PM મોદીએ NAMCC ના કર્યા વખાણ,પ્રધાનમંત્રી મોદીએ NAMCC અંગે કહ્યું, “આ કલ્ચરલ સેન્ટર દેશ અને દુનિયાને આપણા સમાજમાં કલા અને સંસ્કૃતિનું મહત્વ દર્શાવશે”
મુંબઈમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (દ્ગસ્છઝ્રઝ્ર)નું ઉદ્ઘાટન થઈ ગયું છે. ત્રણ દિવસ સુધી એક પછી એક શાનદાર કાર્યક્રમો થયા હતા. ત્યાર બાદ હવે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણી અને આ સાંસ્કૃતિક કેન્દ્ર સાથે જાેડાયેલા તમામ લોકોને અભિનંદન પાઠવ્યા છે. ઁસ્ મોદીએ દ્ગસ્છઝ્રઝ્રની શરૂઆત પર ખુશી વ્યક્ત કરતો પત્ર લખ્યો હતો અને એક સરસ સંદેશ આપ્યો હતો. ઁસ્ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે તેઓ મુંબઈમાં દ્ગસ્છઝ્રઝ્રના ઉદ્ઘાટન વિશે જાણીને ખૂબ જ ખુશ થયા હતા. તેમણે કે આ સાંસ્કૃતિક કેન્દ્ર સાથે જાેડાયેલા તમામ લોકોને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ પાઠવી હતી અને કહ્યું હતું કે આ ખરેખર પ્રશંસનીય છે કે નીતા અંબાણી આપણા દેશની કલા અને સંસ્કૃતિને લોકપ્રિય બનાવવાના ઉદ્દેશ્ય સાથે અંબાણી પરિવારના આ સુંદર મજાનાં પ્રયાસનું નેતૃત્વ કરી રહ્યા છે. પ્રગતિ માટે પ્રતિબદ્ધ રહેવા સાથે આપણાં મૂળ સાથે જાેડાયેલા રહેવાની આ એક અનોખી પહેલ છે. પીએમ મોદીએ કહ્યું હતું કે, ‘મને પૂરેપૂરો વિશ્વાસ છે કે કે આ સાંસ્કૃતિક કેન્દ્ર ઉભરતા યુવા કલાકારો અને અન્ય કલાકારોને તેમની પ્રતિભા દર્શાવવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડશે.
આ કેન્દ્ર વધુને વધુ લોકોને કલાને વ્યવસાય તરીકે અપનાવવા માટે પ્રોત્સાહિત કરશે અને જુસ્સો આપશે. કલા અને સંસ્કૃતિના સ્વરૂપે આપણા વડવાઓએ આપણને હજારો વર્ષનો સમૃદ્ધ ખજાનો આપ્યો છે, પછી તે ભાષા હોય, સાહિત્ય હોય, તહેવારો હોય, કલા હોય કે સ્થાપત્ય હોય, આપણે ખૂબ સમૃદ્ધ વારસો ધરાવીએ છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતુ કે, ‘આ કલ્ચરલ સેન્ટર દેશ અને દુનિયાને આપણા સમાજમાં કલા અને સંસ્કૃતિનું મહત્વ દર્શાવશે. આ કલ્ચરલ સેન્ટર ભારત અને વિશ્વના વિવિધ ભાગોમાંથી કલાકારો અને કલા પ્રેમીઓને એકસાથે લાવવાનું પ્લેટફોર્મ પૂરું પાડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાથે ઉમેર્યું હતુ કે આજે વિશ્વ દરેક ક્ષેત્રમાં સમાધાન અને કાર્યક્ષમ નેતૃત્વ માટે ભારત તરફ જાેઈ રહ્યું છે. પ્રકૃતિથી લઈને સંસ્કૃતિ સુધી, સ્વાસ્થ્યથી પર્યાવરણ સુધી, ભારતીય નૃત્ય, સંગીત, સિનેમા અને કલાને સમગ્ર વિશ્વમાં આવકારવામાં આવી રહ્યો છે અને અભૂતપૂર્વ સ્નેહ પ્રાપ્ત થઈ રહ્યો છે. ત્યારે આ કલ્ચરલ સેન્ટર ભારત અને વિશ્વના વિવિધ ભાગોમાંથી કલાકારો અને કલા પ્રેમીઓને એકસાથે લાવવાનું પ્લેટફોર્મ પૂરું પાડશે.
Recent Comments