PM મોદીના કાર્યક્રમમાં હાજરી આપવા આતુર છું’ શશિ થરૂર
દેશના ઘણા રાજ્યોમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોનું પરિચાલન શરૂ કરી દેવામાં આવ્યું છે. હજુ કેટલાક રાજ્યોમાં વંદે ભારત ટ્રેન શરૂ થવાની બાકી છે. આ કડીમાં પીએમ મોદી વધુ એક વંદે ભારત ટ્રેનની ભેટ આપવા જઈ રહ્યાં છે. પીએમ મોદી ૨૫ એપ્રિલે કેરલમાં વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી દેખાડશે. પ્રથમ વંદે ભારત ટ્રેનની ભેટ પર કેરલવાસી તો ખુશ છે, કોંગ્રેસ નેતા શશિ થરૂર પણ તેનાથી ગદગદ છે. આ કારણ છે કે શશિ થરૂરે કેન્દ્ર સરકાર અને રેલ મંત્રાલયની પ્રશંસા કરી છે. પોતાના એક જૂના ટ્વીટને યાદ કરતા શશિ થરૂરે પીએમ મોદી અને રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવની પ્રશંસા કરી છે. નોંધનીય છે કે શશિ થરૂર કેરલની તિરૂવનંતપુર્મ લોકસભા સીટથી સાંસદ છે. થરૂરે એક ટ્વીટમાં કહ્યુ કે કેરલમાં વંદે ભારત ટ્રેન માટે મેં ૧૪ મહિના પહેલાં એક ટ્વીટ કર્યુ હતું. મને ખુશી છે કે અશ્વિની વૈષ્ણવે તેમ કર્યું. ૨૫ તારીખે તિરૂવનંતપુરમથી નરેન્દ્ર મોદીના પ્રથમ ટ્રેનને લીલી ઝંડી દેખાડવાના કાર્યક્રમમાં સામેલ થવા માટે ઉત્સુક છું. વિકાસને રાજનીતિથી ઉપર રાખવો જાેઈએ. શશિ થરૂરે ગયા વર્ષે ૧ ફેબ્રુઆરીએ ટિ્વટ કર્યું હતું.
તેમણે લખ્યું કે બજેટ ૨૦૨૨માં કેરળ માટે એક રસપ્રદ બાબત છે અને તે છે ૪૦૦ નવી વંદે ભારત ટ્રેનોની જાહેરાત. વંદે ભારત ટ્રેન ૧૮૦ કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. કેરળમાં વંદે ભારત ટ્રેનની રજૂઆતથી વિકાસને વેગ આપવા માટે ઝડપી ટ્રેન મુસાફરીની મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયનની ચિંતા દૂર થઈ શકે છે. આનાથી જમીન સંપાદન અને પર્યાવરણ પર તેની અસર અંગે કેરળ કોંગ્રેસની ચિંતાઓ પણ હળવી થશે. ભારત સરકાર અને કેરળ સરકારે રાજ્યના હિતોને ધ્યાનમાં રાખીને ચર્ચા કરવી જાેઈએ. પીએમ મોદી ૨૫ એપ્રિલે કેરલમાં વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી દેખાડશે. આ ટ્રેન તિરૂવનંતપુરમ સ્ટેશનથી ચાલીને કોઝિકોડ રેલવે સ્ટેશન પર રોકાશે. લગભગ ૫૦૦ કિમીની આ સફર માત્ર સાડા સાત કલાકમાં પૂરી કરશે.
Recent Comments