PM મોદીની લાલ કિલ્લા પરથી કરેલી જાહેરાત અંગે અમલીકરણ માટે સમીક્ષા બેઠક યોજીગરીબ-મધ્યમ વર્ગના લોકોને આવાસ માટે સસ્તા દરે ધિરાણ નિશ્ચિત કરવાનો ઉલ્લેખ કર્યો
ઁસ્ નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી કરેલા ભાષણમાં કેટલીક જાહેરાત કરી હતી. આ જાહેરાત અંગેની કામગીરીની સમીક્ષા કરવા માટે એક મહત્વપૂર્ણ બેઠક ઁસ્ મોદીની અધ્યક્ષતામાં યોજાઇ હતી. સ્વતંત્રતા દિવસના ભાષણમાં, ઁસ્ નરેન્દ્ર મોદીએ ગરીબ અને મધ્યમ વર્ગ માટે આવાસ માટે ઓછા દરે ધિરાણ નિશ્ચિત કરવાનો ઉલ્લેખ કર્યો હતો. ઁસ્ મોદીએ કરેલી આ જાહેરાત બાદ તેને લાગુ કરવાની તૈયારીઓ અંગે આજે સમીક્ષા કરી હતી. ખાસ કરીને ઁસ્ મોદીએ ઘરો માટે સૌર ઉર્જા સુનિશ્ચિત કરવાનો ઉલ્લેખ કર્યો હતો.
જે યોજના હવે લાગુ કરવાની તૈયારીઓ અંગે સમીક્ષા કરી. ઁસ્ મોદીએ લાલ કિલ્લા પરથી પોતાના ભાષણમાં કહ્યું હતું કે પાંચ વર્ષમાં દેશ દુનિયાની પ્રથમ ત્રણ અર્થવ્યવસ્થાઓમાં પોતાનું સ્થાન બનાવશે. તેમણે કહ્યું હતું કે હાલમાં ૧૩.૫ કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે, તેઓ એક રીતે મધ્યમ વર્ગની તાકાત બની ગયા છે. ઁસ્ મોદીનું કહેવું છે કે ગરીબોની ખરીદશક્તિ વધે છે ત્યારે મધ્યમ વર્ગની વ્યાપાર શક્તિ વધે છે.
જ્યારે ગામડાની ખરીદશક્તિ વધે છે ત્યારે નગર અને શહેરની આર્થિક વ્યવસ્થા તેજ ગતિએ ચાલે છે અને આ આપણું એકબીજા સાથે જાેડાયેલ પૃથ્વી ચક્ર છે.. હાઉસિંગ લોન બાબતે ઁસ્ મોદી એ કહ્યું હતું કે મધ્યમ વર્ગના પરિવારો પોતાના ઘરના સપના જાેતા હોય છે. તેના માટે પણ અમે આવનારા કેટલાક વર્ષો માટે એક પ્લાન લઈને આવી રહ્યા છીએ જેમાં મારા પરિવારના સભ્યો કે જેઓ શહેરોમાં રહે છે પરંતુ ભાડાના મકાનો, ઝૂંપડપટ્ટીઓ, ચાલીઓ, અનધિકૃત કોલોનીઓમાં રહે છે. તેના પર ખાસ ધ્યાન આપવામાં આવશે. ઁસ્ મોદીએ વધુમાં કહ્યું હતું કે આઝાદીના અમૃત મહોત્સવમાં અમે ૭૫ હજાર અમૃત સરોવર બનાવવાનો સંકલ્પ કર્યો હતો. જેમાં લગભગ ૫૦ થી ૫૫ હજાર જેટલા અમૃત સરોવર બનાવવાની કલ્પના કરવામાં આવી હતી, જેની સામે આજે લગભગ ૭૫ હજાર અમૃત સરોવરના નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.
માનવશક્તિ અને જળશક્તિની સંયુક્ત શક્તિ ભારતના પર્યાવરણના રક્ષણમાં પણ ઘણી ઉપયોગી થઈ રહેશે. ઁસ્ એ આ બાબતે વધુમાં કહ્યું કે ૧૮,૦૦૦ ગામડાઓમાં વીજળી પૂરી પાડવી, જન ધન બેંક ખાતા ખોલવા, દીકરીઓ માટે શૌચાલય બનાવવા જેવા તમામ આ તમામ નક્કી કરેલા લક્ષ્યો સમય પહેલા પૂરા કરવામાં આવશે. તેમનું કહેવું છે કે જ્યારે ભારત કોઈપણ ર્નિણય લે છે, ત્યારે તે તેને પૂર્ણ પણ કરે છે, આ જ અમારો ટ્રેક રેકોર્ડ કહે છે. એટલેકે આ બેઠકમાં ઁસ્ મોદીએ લાલ કિલ્લા પરથી કરેલી જાહેરાતોઅંગે અમલીકરણ પર ભાર મૂક્યો હતો.
Recent Comments