fbpx
રાષ્ટ્રીય

PM મોદીનું ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ભવ્ય સ્વાગત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયામાં છે. આજે તેમનો સિડનીમાં મોટો કાર્યક્રમ છે. આ દરમિયાન વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વિમાનની મદદથી પીએમને આવકારવા આકાશમાં ‘ઉીઙ્મર્ષ્ઠદ્બી સ્ર્ઙ્ઘૈ’ લખવામાં આવ્યું હતું. વડાપ્રધાન તરીકે ઓસ્ટ્રેલિયાની આ તેમની બીજી મુલાકાત છે. વડાપ્રધાન અગાઉ પાપુઆ ન્યુ ગિનીમાં હતા, જ્યાં ટાપુ દેશના પીએમ જેમ્સ મારાપે તેમના પગને સ્પર્શ કર્યો હતો. જાપાનના હિરોશિમામાં ય્૭ સમિટમાં પહોંચેલા જાે બાઇડને વડાપ્રધાનનો ઓટોગ્રાફ માંગ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સિડનીમાં ઓસ્ટ્રેલિયન સુપર સીઈઓ પોલ શ્રોડર, ફોર્ટેસ્ક્યુ ફ્યુચર ઈન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ચેરમેન એન્ડ્રૂ ફોરેસ્ટ, હેનકોક પ્રોસ્પેક્ટીંગના એક્ઝિક્યુટિવ ચેરમેન જીના રીનહાર્ટને મળશે. આ સિવાય પીએમ મોદી ઓસ્ટ્રેલિયાના કેટલાક પ્રભાવશાળી લોકો સાથે પણ મુલાકાત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિડનીના કુડોસ બેંક એરેના સ્ટેડિયમ પહોંચશે. અહીં તેઓ ભારતીય પ્રવાસીઓને સંબોધિત કરશે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ પણ હાજર રહેશે. રિપોર્ટ અનુસાર, આ ૨૦ હજાર સીટર સ્ટેડિયમની તમામ ટિકિટો વેચાઈ ગઈ છે. આ કાર્યક્રમનું આયોજન ભારતીય ઓસ્ટ્રેલિયન ડાયસ્પોરા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે. ધ ઈન્ડિયન એક્સપ્રેસે ધ સિડની મોર્નિંગ હેરાલ્ડને ટાંકીને જણાવ્યું હતું કે આ ફાઉન્ડેશનના ડિરેક્ટર જય શાહ અને રાહુલ જેઠી છે. વાસ્તવમાં ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ક્વોડ લીડર્સની મીટિંગ શેડ્યૂલ હતી. ૨૪ મેના રોજ યોજાનારી બેઠકમાં અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઇડેન, જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા પણ અહીં પહોંચવાના હતા. જાેકે, અમેરિકામાં ડેબ્ટ લિમિટ અંગેની વાતચીતને કારણે તેણે ઓસ્ટ્રેલિયાની મુલાકાત રદ કરી હતી. અમેરિકન અર્થતંત્રને વેગ આપવા માટે બાઇડેન સામે આ એક મોટો મુદ્દો છે. બાઇડેન પછી, ફ્યુમિયો કિશિદાએ પણ તેમની મુલાકાત રદ કરવાની જાહેરાત કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકમાત્ર એવા નેતા છે જે નિર્ધારિત તારીખે સિડની પહોંચ્યા હતા. ય્૭ સમિટ દરમિયાન જ ક્વાડ નેતાઓએ બેઠક યોજી હતી.

Follow Me:

Related Posts