PM મોદી ઈસરો કમાન્ડર સેન્ટર પહોંચ્યા, ચંદ્રયાન-૩ની ટીમને મળી અભિનંદન પાઠવ્યા
બ્રિક્સ સંમેલન અને ગ્રીસ પ્રવાસ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સીધા બેંગલુરુ પહોંચ્યા હતા. પીએમ મોદી ઈસરોના કમાન્ડ સેન્ટર પહોંચ્યા હતા અને ચંદ્રયાન ૩ મિશનના વૈજ્ઞાનિકોને મળ્યા. આ દરમિયાન તેમણે ચંદ્રયાન-૩ (ઝ્રરટ્ઠહઙ્ઘટ્ઠિઅટ્ઠટ્ઠહ ૩)ની સફળતા પર ઈસરોના ચીફ એસ સોમનાથ સહિત તમામ વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા હતા. ઈસરોના વડાએ પીએમ મોદીને ચંદ્ર મિશન વિશે માહિતી આપી હતી. બેંગલુરુમાં ઈસરોના કમાન્ડ સેન્ટર પહોંચતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધિત કરતા કહ્યું હતું કે ચંદ્રયાન-૩ની સફળતા પર દેશને ગર્વ છે.
વૈજ્ઞાનિકોનો જુસ્સો પ્રેરણાદાયી છે. આ દરમિયાન તેમણે નારા આપ્યા- જય જવાન, જય વિજ્ઞાન, જય અનુસંધાન. ભાષણ બાદ પીએમ મોદીએ નાનો રોડ શો પણ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું હતું કે આજે તમારી વચ્ચે આવીને હું એક અલગ પ્રકારની ખુશી અનુભવી રહ્યો છું. આવું સુખ ભાગ્યે જ જાેવા મળે છે. શરીર અને મન પ્રસન્નતાથી ભરેલા છે. તેમણે કહ્યું કે તેમના મનમાં ઈસરો કમાન્ડ સેન્ટર આવવાની આતુરતા હતી. હું ભારત આવ્યો કે તરત જ હું તમને મળવા માંગતો હતો. હું તમને બધાને સલામ કરવા માંગતો હતો. બેંગલુરુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વૈજ્ઞાનિકો સાથે વાત કરતા ભાવુક થયા હતા અને વૈજ્ઞાનિકોને કહ્યું હતું કર, ‘તમારા ધૈર્ય, પરિશ્રમ અને લગનને સલામ’ છે. ઈસરોના વૈજ્ઞાનિકોને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે ચંદ્રયાન ૩ જ્યાં ઉતર્યું તે બિંદુ હવે શિવ શક્તિ તરીકે ઓળખાશે. પીએમ મોદીએ કહ્યું કે ચંદ્રયાન-૩ની સફળતા પર દેશને ગર્વ છે. વૈજ્ઞાનિકોનો જુસ્સો પ્રેરણાદાયી છે. આ દરમિયાન તેમણે સ્લોગન આપ્યું- જય જવાન, જય વિજ્ઞાન, જય અનુસંધાન.
Recent Comments