પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દક્ષિણ કોરિયામાં તાજેતરમાં યોજાયેલી ૨૦૨૫ એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતીય ટુકડીના શાનદાર પ્રદર્શન બદલ પ્રશંસા કરી છે. “દરેક ખેલાડીની મહેનત અને નિશ્ચય સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન સ્પષ્ટપણે દેખાયો”, શ્રી મોદીએ જણાવ્યું હતું.
પ્રધાનમંત્રીએ ઠ પર પોસ્ટ કર્યું:-
“દક્ષિણ કોરિયામાં તાજેતરમાં યોજાયેલી ૨૦૨૫ એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં તેમના શાનદાર પ્રદર્શન બદલ ભારતને આપણી ટુકડી પર ગર્વ છે. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન દરેક ખેલાડીની મહેનત અને નિશ્ચય સ્પષ્ટપણે દેખાયો. ખેલાડીઓને તેમના ભવિષ્યના પ્રયાસો માટે શુભેચ્છાઓ.”
પ્રધાનમંત્રીએ ૨૦૨૫ એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતીય ટુકડીને તેમના શાનદાર પ્રદર્શન બદલ અભિનંદન આપ્યા

Recent Comments