રાષ્ટ્રીય

પીએમ મોદીએ ૧૮ એપ્રિલના રોજ ટેસ્લાના સીઇઓ એલન મસ્ક સાથે ટેલિફોનિક વાતચીત કરી

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. પીએમ મોદીએ મસ્ક સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી છે. પીએમ મોદી અને મસ્ક વચ્ચેની વાતચીતમાં આ વર્ષની શરુઆતમાં વોશિંગ્ટન ડીસીમાં તેમની મુલાકાત દરમિયાન ચર્ચા થયેલા વિષયો પણ આવરી લેવામાં આવ્યા હતા.
આ વર્ષે આ બીજી વાતચીત છે. બંનેએ ટેકનોલોજી અને નવીનતાના ક્ષેત્રોમાં સહયોગની શક્યતાઓ પર ચર્ચા કરી છે. ફેબ્રુઆરીની શરૂઆતમાં, બંને વોશિંગ્ટન ડીસીમાં મળ્યા હતા. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર આ વાતચીતની માહિતી આપી.
આ બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર આ વાતચીત અંગે જણાવ્યું હતું કે, મેં મસ્ક સાથે ટૅક્નોલૉજી અને ઇનોવેશન સેક્ટરમાં જાેડાણની અપાર શક્યતાઓ પર ચર્ચા કરી છે. આ સાથે, ભારત આ ક્ષેત્રોમાં અમેરિકા સાથે તેની ભાગીદારી આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે.
પીએમ મોદી અને મસ્કે ટૅક્નોલૉજી, સ્પેસ રિસર્ચ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (છૈં) અને ડેવલપમેન્ટ જેવા ક્ષેત્રોમાં ભારત અને અમેરિકા વચ્ચે સહયોગની અપાર શક્યતાઓ પર ચર્ચા કરી હતી. પીએમ મોદીએ મસ્કને ભારતની ‘લઘુત્તમ સરકાર, મહત્તમ શાસન‘ નીતિ પર ભાર મૂક્યો હતો.
મસ્કે આ વાતચીત દરમિયાન ભારતમાં સ્ટારલિંક સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા શરુ કરવાની રુચિનો પુનરોચ્ચાર કર્યો હતો. જે હાલમાં નિયમનકારી મંજૂરીની રાહ જાેઈ રહી છે. મસ્કે પીએમ મોદી સાથે ટેસ્લા દ્વારા ભારતમાં મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી સ્થાપવા અને ઈલેક્ટ્રિક વાહનો પર આયાત ડ્યુટી ઘટાડવા અંગે પણ ચર્ચા કરી હતી.

Related Posts