રાષ્ટ્રીય

પ્રધાનમંત્રી મોદીએ સંરક્ષણ મંત્રી, NSA, CDS, તમામ સશસ્ત્ર દળોના વડાઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી

૨૨ એપ્રિલના રોજ પહેલગામ આતંકવાદી હુમલામાં ૨૬ પ્રવાસીઓના મોત બાદ સુરક્ષા પરિસ્થિતિનો તાગ મેળવવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે તમામ ટોચના અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી.
પાકિસ્તાન પર કેટલાક પ્રકારના પ્રતિબંધ લગાવાયા બાદ હવે મંગળવારે આગળની રણનીતિ માટે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવાઈ. જેમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (દ્ગજીછ) અજીત ડોભાલ અને ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (ઝ્રડ્ઢજી) જનરલ અનિલ ચૌહાણ સામેલ છે.
બેઠકમાં સેના અધ્યક્ષ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અને નૌસેના પ્રમુખ એડમિરલ દિનેશ કે. ત્રિપાઠી પણ હાજર છે. આ મહત્ત્વપૂર્ણ બેઠકમાં પહલગામ હુમલા બાદની સુરક્ષા સ્થિતિ, આતંકવાદીઓ વિરૂદ્ધ ચાલી રહેલા ઓપરેશનો અને ભવિષ્યની રણનીતિ પર ગહન વિચાર-વિમર્શ કરાયો.
મળતી માહિતી અનુસાર, પીએમ આવાસ પર થઈ રહેલી આ બેઠકમાં હુમલાની પરિસ્થિતિઓ, સુરક્ષાદળોની કાર્યવાહી અને આગળની રણનીતિ પર વિસ્તારથી ચર્ચા થઈ રહી છે. સૂત્રોના અનુસાર, વડાપ્રધાન મોદીએ પહલગામ હુમલાના દોષિતો વિરૂદ્ધ કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા છે.
આ પહેલા, રાષ્ટ્રીય રાજધાનીમાં ગૃહ મંત્રાલયમાં બીજી એક ઉચ્ચ-સ્તરીય બેઠક યોજાઈ હતી. બેઠકમાં ઉપસ્થિત રહેલા લોકોમાં કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહન; બોર્ડર સિક્યુરિટી ફોર્સ, આસામ રાઇફલ્સ અને નેશનલ સિક્યુરિટી ગાર્ડના ડિરેક્ટર જનરલ; અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ અને સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સના વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ થાય છે.

Related Posts