રાષ્ટ્રીય

પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે બિહારના મધુબનીમાં રૂ. ૧૩,૪૮૦ કરોડથી વધારેનાં વિકાસ કાર્યોનો શુભારંભ કરાવ્યો

૧૪૦ કરોડ ભારતીયોની ઇચ્છાશક્તિ હવે આતંકવાદના દોષિતોની કમર તોડી નાખશે: પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસનાં પ્રસંગે બિહારનાં મધુબનીમાં રૂ. ૧૩,૪૮૦ કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન, શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ આ કાર્યક્રમમાં દરેકને ૨૨ એપ્રિલ, ૨૦૨૫ના રોજ પહેલગામ હુમલામાં દિવંગત આત્માઓ માટે મૌન પાળવા અને પ્રાર્થના કરવા અપીલ કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે કહ્યું હતું કે, પંચાયતી રાજ દિવસનાં પ્રસંગે સમગ્ર દેશ મિથિલા અને બિહાર સાથે જાેડાયેલો છે. તેમણે નોંધ્યું હતું કે, બિહારનાં વિકાસને ધ્યાનમાં રાખીને હજારો કરોડ રૂપિયાની કિંમતનાં વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્ય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, વીજળી, રેલવે અને માળખાગત સુવિધામાં આ પહેલોથી બિહારમાં રોજગારીની નવી તકોનું સર્જન થશે. તેમણે મહાન કવિ અને રાષ્ટ્રીય પ્રતિક રામધારી સિંહ દિનકરજીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
બિહાર એક એવી ભૂમિ છે, જ્યાં મહાત્મા ગાંધીએ સત્યાગ્રહનાં મંત્રનું વિસ્તરણ કર્યું હતું, એવો ઉલ્લેખ કરીને શ્રી મોદીએ મહાત્મા ગાંધીનાં દ્રઢ વિશ્વાસ પર ભાર મૂક્યો હતો કે, ભારતનો ઝડપી વિકાસ ત્યારે જ શક્ય છે, જ્યારે તેનાં ગામડાંઓ મજબૂત હશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, પંચાયતી રાજની વિભાવનાનાં મૂળમાં આ ભાવના રહેલી છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “છેલ્લાં એક દાયકામાં પંચાયતોને સશક્ત બનાવવા માટે સતત પગલાં લેવામાં આવ્યાં છે. છેલ્લા દાયકામાં ૨ લાખથી વધુ ગ્રામ પંચાયતો ઇન્ટરનેટ સાથે જાેડાઈ છે ત્યારે પંચાયતોને મજબૂત કરવામાં ટેકનોલોજીએ નોંધપાત્ર ભૂમિકા ભજવી છે.” શ્રી મોદીએ ધ્યાન દોર્યું હતું કે, ગામડાઓમાં ૫.૫ લાખથી વધારે સામાન્ય સેવા કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે, જેમાં પંચાયતોનું ડિજિટલાઇઝેશન વધારાનાં લાભો લાવ્યું છે, જેમ કે જન્મ અને મૃત્યુનાં પ્રમાણપત્રો અને જમીન ધરાવતાં પ્રમાણપત્રો જેવા દસ્તાવેજાે સરળતાથી મેળવી શકાય છે. જ્યારે દેશને આઝાદીનાં દાયકાઓ પછી નવું સંસદ ભવન મળ્યું છે, ત્યારે સમગ્ર દેશમાં ૩૦,૦૦૦ નવા પંચાયત ભવનોનું નિર્માણ પણ થયું છે. તેમણે એ બાબત પર પણ પ્રકાશ પાડ્યો હતો કે, પંચાયતો માટે પર્યાપ્ત ભંડોળની ખાતરી કરવી એ સરકારની પ્રાથમિકતા છે. તેમણે કહ્યું હતું કે, “છેલ્લાં એક દાયકામાં પંચાયતોને રૂ. ૨ લાખ કરોડથી વધારે રકમ મળી છે, જે તમામનો ઉપયોગ ગામડાઓનાં વિકાસ માટે થયો છે.”
ગ્રામ પંચાયતો જે મુખ્ય મુદ્દાઓનો સામનો કરી રહી છે તેમાંનો એક મુદ્દો જમીન વિવાદો સાથે સંબંધિત છે એ બાબતનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, કઈ જમીન રહેણાંક, કૃષિ, પંચાયતની માલિકીની કે સરકારી માલિકીની છે. આ સમસ્યાનું સમાધાન કરવા માટે જમીનનાં રેકોર્ડનું ડિજિટાઇઝેશન હાથ ધરવામાં આવ્યું છે, જેણે બિનજરૂરી વિવાદોનું અસરકારક રીતે સમાધાન કરવામાં મદદ કરી છે.
શ્રી મોદીએ એ વાત પર ભાર મૂક્યો હતો કે, પંચાયતોએ સામાજિક ભાગીદારીને મજબૂત કરી છે. તેમણે નોંધ્યું હતું કે, બિહાર દેશનું પહેલું એવું રાજ્ય છે કે જેણે પંચાયતોમાં મહિલાઓને ૫૦ ટકા અનામત પ્રદાન કરી છે. અત્યારે બિહારમાં આર્થિક રીતે નબળાં વર્ગો, દલિતો, મહાદલિતો, પછાત અને અતિ પછાત સમુદાયોની નોંધપાત્ર સંખ્યામાં મહિલાઓ જનપ્રતિનિધિઓ તરીકે સેવા આપી રહી છે અને તેને સાચો સામાજિક ન્યાય અને વાસ્તવિક સામાજિક ભાગીદારી ગણાવી છે. વધારે ભાગીદારી સાથે લોકશાહી વિકસે છે અને મજબૂત બને છે. આ વિઝનને પ્રતિબિંબિત કરતા શ્રી મોદીએ નોંધ્યું હતું કે, લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓને ૩૩ ટકા અનામત પ્રદાન કરતો કાયદો પણ બનાવવામાં આવ્યો છે. તેનાથી તમામ રાજ્યોની મહિલાઓને લાભ થશે, જેનાથી આપણી બહેનો અને પુત્રીઓને વધારે પ્રતિનિધિત્વ મળશે.
સરકાર મહિલાઓની આવક વધારવા અને નવી રોજગાર અને સ્વરોજગારીની તકો ઊભી કરવા માટે મિશન મોડમાં કામ કરી રહી છે તેના પર ભાર મૂકતા, શ્રી મોદીએ બિહારમાં ‘જીવિકા દીદી‘ કાર્યક્રમની પરિવર્તનકારી અસર પર પ્રકાશ પાડ્યો, જેણે ઘણી મહિલાઓના જીવનમાં પરિવર્તન લાવ્યું છે. આજે, બિહારમાં મહિલા સ્વ-સહાય જૂથોને લગભગ ?૧,૦૦૦ કરોડની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી છે. તેમણે વધુમાં નોંધ્યું હતું કે આનાથી મહિલાઓના આર્થિક સશક્તિકરણને વધુ મજબૂતી મળશે અને દેશભરમાં ૩ કરોડ લખપતિ દીદીઓ બનાવવાના લક્ષ્યાંકમાં ફાળો મળશે. તેમણે ભાર મૂક્યો કે છેલ્લા દાયકામાં ગ્રામીણ અર્થતંત્રને નવી ગતિ મળી છે. તેમણે કહ્યું કે ગામડાઓમાં ગરીબો માટે ઘરો, રસ્તાઓ, ગેસ કનેક્શન, પાણીના કનેક્શન અને શૌચાલય બનાવવામાં આવ્યા છે, જેનાથી ગ્રામીણ વિસ્તારોમાં લાખો કરોડ રૂપિયા આવ્યા છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે રોજગારની નવી તકોનું સર્જન થયું છે, જેનાથી મજૂરો, ખેડૂતો, ડ્રાઇવરો અને દુકાનદારોને ફાયદો થયો છે અને તેમને આવકના નવા રસ્તા મળ્યા છે. આનાથી ખાસ કરીને એવા સમુદાયોને ફાયદો થયો છે, જે પેઢીઓથી વંચિત હતા. તેમણે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ઉદાહરણ આપ્યું, જેનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે દેશમાં કોઈ પણ પરિવાર બેઘર ન રહે અને દરેકના માથા પર કોંક્રિટની છત હોય. તેમણે કહ્યું કે છેલ્લા દાયકામાં આ યોજના હેઠળ ૪ કરોડથી વધુ ઘરો બનાવવામાં આવ્યા છે. ફક્ત બિહારમાં જ ૫૭ લાખ ગરીબ પરિવારોને પાકા મકાનો મળ્યા છે. આ મકાનો આર્થિક રીતે નબળા વર્ગો, દલિતો અને પસમંદા પરિવારો જેવા પછાત અને અત્યંત પછાત સમુદાયોને આપવામાં આવ્યા છે. શ્રી મોદીએ જાહેરાત કરી કે આગામી વર્ષોમાં ગરીબોને ૩ કરોડ વધ

Related Posts