fbpx
રાષ્ટ્રીય

PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યુ

ઁસ્ મોદીને ‘ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર’થી કરાયા સન્માનિત કોઈ દેશ દ્વારા પીએમ મોદીને મળેલુ આ ૨૦મું આંતરરાષ્ટ્રીય સન્માનઁ સ્ મોદી બે દિવસની કુવૈત મુલાકાતે છે. ૪૩ વર્ષ બાદ કોઈ ખાડી દેશની મુલાકાત ઁસ્ મોદી પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી છે. કુવૈતે પીએમ મોદીને તેમના સર્વોચ્ચ સન્માન ‘ધ ઓર્ડર ઓફ મુબાર અલ કબીર’ થી સન્માનિત કર્યા છે. કોઈ દેશ દ્વારા ઁસ્ મોદીને અપાયેલુ આ ૨૦ મું આંતરરાષ્ટ્રીય સન્માન છે. ‘ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર’ કુવૈતનો નાઈટહુડ ઓર્ડર છે.

આ ઓર્ડર મિત્રતાના પ્રતિક રૂપે રાષ્ટ્રાધ્યક્ષો અને વિદેશ પ્રમુખો તેમજ વિદેશી શાહી પરિવારોના સદસ્યોને આપવામાં આવે છે. આ પહેલા બિલ ક્લિન્ટન, પ્રિન્સ ચાર્લ્સ અને જ્યોર્જ બુશ સહિતના નેતાઓને આ સન્માન મળી ચુક્યુ છે. શનિવારે બે દિવસની મુલાકાતે કુવૈત પહોંચેલા પીએમ મોદી ૪૩ વર્ષમાં ખાડી દેશની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન છે. કુવૈતની મુલાકાત લેનાર છેલ્લા ભારતીય વડાપ્રધાન ઈન્દિરા ગાંધી હતા, જેમણે ૧૯૮૧માં કુવૈતની મુલાકાત લીધી હતી. ભારત કુવૈતના ટોચના વ્યાપારિક ભાગીદારોમાંનું એક છે. કુવૈતમાં સૌથી વધુ પ્રવાસી ભારતીયો વસે છે. આ ગલ્ફ કન્ટ્રી ભારતના ટોચના વેપારી ભાગીદારોમાંનો એક છે. કુવૈત સાથે દ્વીપક્ષીય વ્યાપાર નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં ૧૦.૪૭ મિલિયન અમેરિકન ડોલર રહ્યો છે. કુવૈત ભારતનું છઠ્ઠું સૌથી મોટું ક્રૂડ ઓઈલ સપ્લાયર છે, જે દેશની ૩ ટકા ઉર્જા જરૂરિયાતો પૂરી કરે છે. કુવૈતમાં ભારતીય નિકાસ પ્રથમવાર યુએસ ઇં૨ બિલિયન સુધી પહોંચી છે, જ્યારે કુવૈત ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી દ્વારા ભારતમાં રોકાણ ેંજીઇં૧૦ બિલિયનને વટાવી ગયું છે.

Follow Me:

Related Posts