રાષ્ટ્રીય

વડાપ્રધાન મોદીએ ભૂકંપ દુર્ઘટના વચ્ચે મ્યાનમારના સિનિયર જનરલ મહામહિમ મિન આંગ હ્લલાઈંગ સાથે વાત કરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભૂકંપ દુર્ઘટના વચ્ચે મ્યાનમારના સિનિયર જનરલ મહામહિમ મિન આંગ હ્લલાઈંગ સાથે વાત કરી. પ્રધાનમંત્રીએ આ પડકારજનક સમયમાં મ્યાનમાર સાથે એકજુટતા સાથે ઊભા રહેવા માટે નજીકના મિત્ર અને પાડોશી તરીકે ભારતની અડગ પ્રતિબદ્ધતાની પુન:પુષ્ટિ કરી. આ આફતના પ્રતિભાવમાં, ભારત સરકારે ઓપરેશન બ્રહ્મા શરૂ કર્યું છે, જે અસરગ્રસ્ત પ્રદેશોને તાત્કાલિક રાહત અને સહાય પૂરી પાડવા માટે એક પહેલ છે.
ઠ પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું:-
“મ્યાનમારના સિનિયર જનરલ મહામહિમ મિન આંગ હ્લલાઈંગ સાથે વાત કરી. વિનાશક ભૂકંપમાં થયેલા જાનહાનિ પર અમારી ઊંડી સંવેદના વ્યક્ત કરી. એક નજીકના મિત્ર અને પાડોશી તરીકે, ભારત આ મુશ્કેલ સમયમાં મ્યાનમારના લોકો સાથે એકજુટતા સાથે ઊભું છે. ઈર્ંંॅીર્ટ્ઠિંૈહમ્ટ્ઠિરદ્બટ્ઠ ના ભાગ રૂપે આપત્તિ રાહત સામગ્રી, માનવતાવાદી સહાય, શોધ અને બચાવ ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં ઝડપથી મોકલવામાં આવી રહી છે.”

Related Posts