ગુજરાત

PM મોદીએ લેવડાવ્યા એકતાના શપથ..જુઓ કેવડિયામાં PM મોદીનો ખાસ અંદાજ

દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈને અને ફૂલો અર્પણ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી.દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈને અને ફૂલો અર્પણ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી.આજે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ છે. આ પ્રસંગે દેશભરમાં “એક ભારત શ્રેષ્ઠ ભારત” થીમ હેઠળ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના કેવડિયામાં છે, જ્યાં તેમણે સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપી.પીએમ મોદી કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની સામે આયોજિત ભવ્ય પરેડમાં પણ ભાગ લઈ રહ્યા છે. પરેડમાં 16 રાજ્યોના પોલીસ દળો ભાગ લઈ રહ્યા છે, અને અર્ધલશ્કરી દળોના જવાનો પણ કૂચ કરતા જોવા મળ્યા.

4/6પીએમ મોદીએ દેશની સુરક્ષા અને એકતાને લઇને પ્રતિજ્ઞા લેવડાવી હતી. એકતાને મજબૂત બનાવવાનું આપણું કર્તવ્ય છે જે હેતુ ને લઇને એકતા પરેડ શરૂ થતા પહેલા પીએમ મોદીએ એકતાના શપથ લેવડાવ્યા હતા.નરેન્દ્ર મોદી 2014માં વડા પ્રધાન બન્યા ત્યારથી 31 ઓક્ટોબરના રોજ પટેલની જન્મજયંતિ રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પીએમ મોદીએ ગુજરાતના નર્મદા જિલ્લામાં એકતા નગર નજીક પટેલની 182 મીટર ઊંચી પ્રતિમાની મુલાકાત લીધી અને ભારતના લોહપુરુષને ફૂલો અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપી.ઉપસ્થિત લોકોને એકતા દિવસની પ્રતિજ્ઞા લેવડાવી હતી. ત્યાર બાદ રાષ્ટ્રીય એકતા દિવસ પરેડ નિહાળી હતી. આ વર્ષના રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં સાંસ્કૃતિક ઉત્સવ અને પોલીસ અને અર્ધલશ્કરી દળોની રાષ્ટ્રીય એકતા દિવસ પરેડનો સમાવેશ થાય છે. પરેડ દરમિયાન વિવિધ રાજ્યોના ટેબ્લો વિવિધ સંસ્કૃતિઓનું પ્રદર્શન કરવામાં આવ્યું

Related Posts