માર્ચ મહિનાનાં પ્રથમ પખવાડિયામાં બે વખત પીએમ મોદી ગુજરાત આવશે

પ્રથમ ફેઝમાં જામનગર અને સાસણની મુલાકાત તે તેવી સંભાવના; બીજા ફેઝમાં પીએમ મોદી સુરતની મુલાકાત લઈ શકે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માર્ચ મહિનામાં પ્રથમ સપ્તાહમાં ૨ વાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૧-૨ માર્ચે ગુજરાતના પ્રવાસે આવાના છે, ત્યારે જામનગર જિલ્લાની મુલાકાત લેવાના હોવાનું સામે આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧ માર્ચની રાત્રીએ જામનગરના સર્કિટ હાઉસમાં રોકાણ કરે તેવી શક્યતા છે. વડાપ્રધાનના આગમનને લઈને તંત્ર તૈયારીમાં લાગી ગયું છે. જ્યારે ૭૫૦થી વધુ પોલીસ અને હોમગાર્ડના જવાનો તહેનાત કરવાની કામગીરી શરૂ છે. વડાપ્રધાન જામનગર ખાતે વનતારામાં મુલાકાતમાં લઈ શકે છે.
વડાપ્રધાનની જામનગર મુલાકાતને લઈને વહીવટી પ્રસાસન સજ્જ થયું છે. પીએમ વિઝિટને લઇ સુરક્ષા અને વ્યવસ્થા સબંધિત તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીઁય્ કાફલાની સાથે રાજ્યનાં ૧૫૧૦ પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં જાેડાશે. માહિતી અનુસાર, ૬ ૈંઁજી, ૩૧ ડ્ઢઅજીઁ, ૬૭ ઁૈં અને ૧૫૦ થી વધુ ઁજીૈં આ સુરક્ષા બંદોબસ્તમાં જાેડાશે.
આ મામલે મળતી માહિતી મુજબ, રાજ્યમાં આગામી ૧ અને ૨ માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રવાસ પર છે, ત્યારે ૧ માર્ચના રોજ વડાપ્રધાન જામનગર જિલ્લાની મુલાકાત લેશે. જેમાં જામનગરના સર્કિટ હાઉસમાં રાત્રી રોકાણ કરે તેવી સંભાવના છે. જાે કે, વડાપ્રધાનના જામનગરના પ્રવાસને લઈને હજુ સુધી સંપૂર્ણ કાર્યક્રમની સત્તાવાર જાહેરાત થઈ નથી. જામનગરના જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, મહાનગરપાલિકાના કમિશનર ડી.એન.મોદીની રાહબર હેઠળ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૭ માર્ચેના રોજ સુરતની મુલાકાત લેશે. લિંબાયત વિસ્તારના નિલગીરી મેદાન ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. પીએમ મોદીના હસ્તે સુરત શહેર- જિલ્લાના બે લાખ લાભાર્થીઓને કીટનું વિતરણ કરવામાં આવશે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વિનામૂલ્યે અનાજ આપવાનો પ્રારંભ થશે. સુરત ખાતેના વિવિધ કાર્યક્રમને લઈ ગૃહમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં બેઠક કરવામાં આવી રહી છે. આ બેઠકમાં મંત્રી મુકેશ પટેલ, સુરત જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધી, સુરત શહેર-ગ્રામ્ય પોલીસના અધિકારીઓ સહિત જીસ્ઝ્ર કમિશનર સહિત અન્ય સરકારી અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૭ માર્ચે સુરતમ આવશે. સાત માર્ચના રોજ સમયે અહીંના લિંબાયત વિસ્તારના નીલગીરી મેદાનમાં સરકારી યોજનાઓના લાભાર્થીઓને સહાય વિતરણ કાર્યક્રમમાં હાજરી આપશે. રાત્રિ રોકાણ સુરતમાં જ કરી બીજે દિવસે સવારે નવસારીમાં ૮ માર્ચે વિશ્વ મહિલા દિવસના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને અહીં પણ મહિલાલક્ષી યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ કાર્યક્રમમાં હાજરી આપશે. હાલ દક્ષિણ ગુજરાતના કાર્યક્રમો માટેની તૈયારી ચાલી રહી છે. દક્ષિણ ગુજરાતના સુરત અને નવસારીમાં જાહેરસભામાં આયોજન અંગે પણ તૈયારી ચાલી રહી છે. પીએમ મોદીના પ્રવાસને લઇને ભાજપના કાર્યકરો પણ કામે લાગી ગયા છે. આમ પીએમ મોદીના માર્ચ મહિનામાં બે પ્રવાસની આયોજન થઈ રહ્યું છે.
Recent Comments