ગુજરાત

પીએમ મોદીનો કાફલાને બિસ્માર રોડ પરથી પસાર થયો; લોથલથી અમદાવાદ સુધી અનેક જગ્યાએ કાફલો ધીમો પડ્યો!

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલે નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ પ્રોજેક્ટનું નિરીક્ષણ અને સમીક્ષા કરવા માટે ભાવનગરથી બાય-એર લોથલ આવ્યા હતા અને તે પછી કાર્યક્રમ પૂર્ણ થયા બાદ, ખરાબ હવામાનને કારણે તેમનું હેલિકોપ્ટર લગભગ પોણો કલાક સુધી ઉડાન ભરી શક્યું નહોતું. આથી, સમયનો બચાવ કરવા અને આગળના કાર્યક્રમોમાં હાજરી આપવા માટે, વડાપ્રધાન સહિતનો કાફલો રોડ માર્ગે ગાંધીનગર જવા રવાના થયો હતો.

વડાપ્રધાનના પ્રવાસ દરમિયાન સુરક્ષા વ્યવસ્થા કડક રાખવામાં આવી હતી અને સ્થાનિક ટ્રાફિકને સરળ રીતે વ્યવસ્થિત કરવા માટે માર્ગ પર પૂરતી તાકીદ રાખવામાં આવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલાએ આજે એસપી રિંગ રોડથી પસાર થતાં સમયે તૂટેલા રસ્તાઓ અને પાણી ભરાવાના પડકારોનો સામનો કર્યો. રિંગ રોડ, ખાસ કરીને ઓગણજ સર્કલ પાસે, ભારે વરસાદ અને પાણી ભરાવાથી કાફલાને સતત ધ્યાન રાખીને માર્ગ પસાર કરવો પડ્યો.

ઉલ્લેખનીય છે કે, સરદાર પટેલ રિંગ રોડ જેવા મહત્ત્વના માર્ગ પર પણ ઠેર ઠેર પાણી ભરાયેલા અને ખાડાઓ જોવા મળ્યા, જેના કારણે કાફલાને ધીમી ગતિએ પસાર થવું પડ્યું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા ટીમે કાફલાની રાહત અને જનતા માટે સુરક્ષા વ્યવસ્થા કડક રીતે જાળવી. અમદાવાદથી એરપોર્ટથી વડાપ્રધાન દિલ્લી માટે રવાના થયા.

લોથલથી વાયા બગોદરા થઈને ગાંધીનગર જતા રસ્તા પર ઠેર ઠેર અસંખ્ય ખાડાઓ અને ખરાબ સપાટી જોવા મળી હતી. જે રસ્તાઓ પર સામાન્ય નાગરિકો રોજબરોજ હેરાન થાય છે, તે જ રસ્તાઓ પરથી વડાપ્રધાન, મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ અને ગૃહ મંત્રી સહિતના આગેવાનોનો કાફલો પસાર થયો. અસંખ્ય ખાડાઓને કારણે કાફલાની સ્પીડ પર બ્રેક લાગી હતી. બાવળા પાસે પણ સખત ટ્રાફિક જામ જોવા મળ્યો હતો, જેના કારણે મોટા વાહનોને બાવળાથી સાણંદ તરફ ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી.

Related Posts