રાષ્ટ્રીય

ફ્રાંસ જતા પીએમ મોદીનું વિમાન અનાયાસે પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ્યું અને લગભગ ૪૬ મિનિટ સુધી ત્યાં રહ્યું, જેના કારણે ઇસ્લામાબાદમાં ખળભળાટ મચી ગયો

એક રિપોર્ટ અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિમાન “ૈંદ્ગડ્ઢૈંછ ૧” પાકિસ્તાનના શેખપુરા, હાફિઝાબાદ, ચકવાલ અને કોહાટ માર્ગે ૪૬ મિનિટ સુધી પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં રહ્યું. સૂત્રોના જણાવ્યા મુજબ, આ મંજૂરી અફઘાન હવાઈ ક્ષેત્ર બંધ હોવાને કારણે આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આ પહેલી વાર નથી જ્યારે ભારતીય વડા પ્રધાનના વિમાને પાકિસ્તાની હવાઈ માર્ગનો ઉપયોગ કર્યો હોય; ઓગસ્ટ ૨૦૨૩માં પણ પોલેન્ડથી દિલ્હીની મુસાફરી દરમિયાન આવી જ પરિસ્થિતિ સર્જાઈ હતી.

ભારતની રાજધાની નવી દિલ્હીથી ઉડાન ભર્યા બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિમાન રાત્રે લગભગ ૧૧ વાગ્યે પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ્યું અને ૪૬ મિનિટ સુધી ત્યાં રહ્યું. આ પહેલા, જ્યારે ઁસ્ મોદી યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને મળવા કિવ ગયા હતા, ત્યારે પણ તેમનું વિમાન પાકિસ્તાની હવાઈ માર્ગથી પસાર થયું હતું. નોંધનીય છે કે, માર્ચ ૨૦૧૯માં પાકિસ્તાન સરકારે નાગરિક ફ્લાઇટ્‌સ પરના તમામ પ્રતિબંધો હટાવીને એક મુખ્ય ટ્રાન્ઝિટ એર કોરિડોર ફરીથી ખોલ્યો હતો.

Related Posts