રાષ્ટ્રીય

G20માં PM મોદીનું ગ્લોબલ લીડર્સ સાથે ખાસ બોન્ડિંગ, મેલોની અને બ્રાઝીલના રાષ્ટ્રપ્રમુખ સહિતના દિગ્ગજોને મળ્યા

દુનિયાના સૌથી મોટી સમિટમાંથી એક G20 સમિટ આ વખતે સાઉથ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં યોજાઈ છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ સમિટમાં સામેલ થયા છે. જ્યાં વર્લ્ડ લીડર્સ સાથે તેમની બોન્ડિંગ સ્પષ્ટ નજરે પડી. જ્યારે વડાપ્રધાન મોદી નાસરેક એક્સપો સેન્ટર પહોંચ્યા તો આખો માહોલ જ બદલાઈ ગયો. દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપ્રમુખ સિરિલ રામફોસાએ ખુદ આગળ આવીને તમનું સ્વાગત કર્યું. ત્યારબાદ દુનિયાભરના નેતાઓએ ભારતીય વડાપ્રધાન સાથે મુલાકાત કરી.આ સમિટમાં વડાપ્રધાન મોદીએ ઇટલીના વડાપ્રધાન જોર્જિયો મેલોની સાથે વાતચીત કરી અને હાથ મિલાવ્યો. આ દરમિયાન બંને લીડર હસતા નજરે પડ્યા. ડાપ્રધાન મોદીએ બ્રાઝીલના રાષ્ટ્રપ્રમુખ લૂલાને ગળે લગાવ્યા. રાષ્ટ્રપ્રમુખ લૂલા વડાપ્રધાન મોદીની પીઠ થપથપાવતા જોવા મળ્યા.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ X પર ફોટો શેર કરીને લખ્યું કે, ‘જોહાનિસબર્ગમાં વડાપ્રધાન કીર સ્ટારમર સાથે મુલાકાત અદ્ભુત રહી. આ વર્ષ ભારત-યુકે ભાગીદારીમાં નવી ઉર્જા લાવ્યું છે અને અમે તેને ઘણા ક્ષેત્રોમાં આગળ ધપાવતા રહીશું’G20 જોહાનિસબર્ગ સમિટ દરમિયાન સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ શ્રી એન્ટોનિયો ગુટેરેસ સાથે ખૂબ જ ફળદાયી વાતચીત.દક્ષિણ આફ્રિકામાં યોજાઈ રહેલી G20 સમિટ ભારત માટે ખૂબ જ ખાસ છે. આના માટે ફક્ત એક જ નહીં પરંતુ અનેક કારણો છે. 2023માં જ્યારે ભારતે G20 નું અધ્યક્ષપદ સંભાળ્યું હતું, ત્યારે ભારતે આફ્રિકન યુનિયન માટે કાયમી સભ્યપદ મેળવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આજે, જ્યારે આ સમિટ પહેલીવાર આફ્રિકામાં યોજાઈ રહી છે, ત્યારે આફ્રિકન દેશો ભારત પ્રત્યે અનોખો આદર દર્શાવી રહ્યા છે. શુક્રવારે જ્યારે વડાપ્રધાન મોદી આફ્રિકા પહોંચ્યા, ત્યારે સ્થાનિક કલાકારોએ જમીન પર પ્રણામ કરીને તેમનું સ્વાગત કર્યું. અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, રશિયન રાષ્ટ્રપ્રમુખ પુતિન અને ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગની ગેરહાજરીએ ભારતની હાજરીને વધુ મહત્ત્વપૂર્ણ બનાવી દીધી છે. ત્રણ મુખ્ય સત્રોમાં, વડાપ્રધાન મોદી આર્થિક વિકાસ, આબોહવા મુદ્દાઓ અને કૃત્રિમ બુદ્ધિમત્તા પર ભારતના વિચારો રજૂ કરશે. આ સમિટ ભારતને ગ્લોબલ સાઉથનો અવાજ અને વિકાસશીલ દેશોના નેતા તરીકે વધુ મજબૂત રીતે ઉભરી આવવાની તક પૂરી પાડે છે. આ જ કારણ છે કે આ G20 ભારત માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે.

Related Posts