અમરેલી

PM-RAHAT સ્કીમ : PMJAY યોજના સાથે સંકળાયેલી હોસ્પિટલમાં અકસ્માત પીડિતને રૂ. ૧.૫ લાખ સુધીની નિશૂલ્ક સારવાર મળી શકશે

પ્રાઇમ મિનિસ્ટર રોડ એક્સિડેન્ટ વિક્ટીમ્સ હોસ્પિટલાઇઝેશન એન્ડ એશ્યોર્ડ ટ્રીટમેન્ટ સ્કીમ (PM-RAHAT) યોજનાના અમરેલી જિલ્લામાં સુચારુ અમલીકરણ માટે જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવાસદન અમરેલી ખાતે એક બેઠક યોજાઈ હતી. આ સ્કીમ અંતર્ગ માર્ગ અકસ્માતબાદ સમયસર સારવાર ન મળવાથી કે પૈસાના અભાવે સારવાર ન મળવાથી અકસ્માતનો ભોગ બનનાર જીવ ન ગુમાવે તેના માટે અમલમાં મૂકવામાં આવી છે.

આ યોજના અંતર્ગત અકસ્માતનો ભોગ બનનાર દર્દીને ડેઝીગનેટે હોસ્પિટલમાં જેમાં PMJAY યોજના સાથે સંકળાયેલી હોય તેમાં રૂ. ૧.૫ લાખ સુધીની સારવાર સાત દિવસ સુધી વિનામૂલ્યે આપવામાં આવશે. નોન-ડેઝીગનેટેડ હૉસ્પિટલમાં અકસ્માત પીડિતને જોખમમાંથી બહાર લાવવા અને વિના મૂલ્યે તાત્કાલિક સ્ટેબિલાઇઝેશન ટ્રીટમેન્ટ આપવામાં આવશે.

અકસ્માત બાદ ૧૧૨ પર માહિતી મળતા એમ્બ્યુલન્સને સ્થળ પર મોકલવામાં આવે છે. ત્યારબાદ પીડિતને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. અકસ્માતના ગોલ્ડન કલાક પહેલાં સારવાર શરૂ કરવામાં આવે છે.

પોલીસ દ્વારા ઈલેક્ટ્રોનિક ડિટેલ્ડ એક્સિડેન્ટ રિપોર્ટ (EDAR) પર વિક્ટીમ આઇ.ડી.જનરેટ કરવામાં આવે છે અને હોસ્પિટલ દ્વારા બનાવેલ ટ્રાન્જેક્શન મેનેજમેન્ટ સિસ્ટમ (TMS) પર આઇ.ડી.થી કેસ લિંક કરવામાં આવે છે.

વીમો ન ધરાવતા વાહનમાં જિલ્લા કલેક્ટરશ્રીની સત્તાથી અને વિમો ધરાવતા વાહનમાં વીમા કંપની દ્વારા આ સારવારની રકમ ચૂકવાનું પ્રાવધાન છે. હીટ એન્ડ રનના કેસમાં પણ જિલ્લા કલેક્ટરશ્રીની સત્તામાં આ સારવારની ચૂકવણી થશે.

આ યોજના અંગે એ.આર.ટી.ઓ અમરેલીશ્રીએ વિગતવાર માહિતી આપી હતી. જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજે આરોગ્યપોલીસપી.એમ. જે.એ.વાયઇમર્જન્સી સેવા ૧૦૮ટ્રાફીક પોલીસ સહિતના સંબંધિત વિભાગોને યોજનાના સુચારુ અમલ માટે જરૂરી તાલીમ અને પ્રક્રિયાઓને યોગ્ય રીતે અનુસરવા માટે સૂચના આપી હતી.

આ બેઠકમાં જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી ડો. જોશીનાયબ પોલીસ અધિક્ષકશ્રી ગોહિલએ.આર.ટીઓ ઇન્સપેક્ટરશ્રી શાહ સહિતના વિવિધ વિભાગના સંબંધિત અધિકારીશ્રીઓ અને કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts