પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આંબેડકર જયંતીનાં પ્રસંગે ૧૪ એપ્રિલનાં રોજ હરિયાણાની મુલાકાત લેશે. તેઓ હિસારની યાત્રા કરશે અને સવારે લગભગ ૧૦:૧૫ વાગ્યે તેઓ હિસારથી અયોધ્યા સુધીની વ્યાવસાયિક ફ્લાઇટને લીલી ઝંડી આપશે અને હિસાર એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનો શિલાન્યાસ કરશે. તેઓ એક જનસભાને પણ સંબોધિત કરશે.
ત્યારબાદ બપોરે ૧૨:૩૦ વાગ્યે તેઓ યમુનાનગરમાં વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે અને આ પ્રસંગે જનમેદનીને સંબોધિત કરશે.
હવાઈ મુસાફરીને સુરક્ષિત, વાજબી અને તમામને સુલભ બનાવવાની પોતાની પ્રતિબદ્ધતાને અનુરૂપ પ્રધાનમંત્રી હિસારમાં મહારાજા અગ્રસેન એરપોર્ટના ૪૧૦ કરોડ રૂપિયાથી વધુના નવા ટર્મિનલ ભવનનો શિલાન્યાસ કરશે. જેમાં અત્યાધુનિક પેસેન્જર ટર્મિનલ, કાર્ગો ટર્મિનલ અને એટીસી બિલ્ડિંગ સામેલ હશે. તેઓ હિસારથી અયોધ્યાની પ્રથમ ફ્લાઇટને પણ લીલી ઝંડી આપશે. હિસારથી અયોધ્યા (અઠવાડિયામાં બે વાર), જમ્મુ, અમદાવાદ, જયપુર અને ચંદીગઢ માટે એક અઠવાડિયામાં ત્રણ ફ્લાઇટની નિર્ધારિત ફ્લાઇટ્સ સાથે, આ વિકાસ હરિયાણાની ઉડ્ડયન કનેક્ટિવિટીમાં નોંધપાત્ર વધારો કરશે.
છેવાડાનાં વિસ્તારમાં વીજળી પહોંચાડવાનાં વિઝનની સાથે-સાથે વિસ્તારમાં વીજળીની માળખાગત સુવિધાઓને પ્રોત્સાહન આપવા પ્રધાનમંત્રી યમુનાનગરમાં દીનબંધુ છોટુ રામ થર્મલ પાવર પ્લાન્ટનાં ૮૦૦ મેગાવોટનાં આધુનિક થર્મલ પાવર યુનિટનો શિલાન્યાસ કરશે. આશરે રૂ. ૮,૪૭૦ કરોડની કિંમત ધરાવતું આ એકમ ૨૩૩ એકરમાં ફેલાયેલું છે, જે હરિયાણાની ઊર્જા ર્સ્વનિભરતામાં નોંધપાત્ર વધારો કરશે અને રાજ્યભરમાં અવિરત વીજ પુરવઠો પૂરો પાડશે.
ગોબર ધન એટલે કે ગલવાનસીંગ ઓર્ગેનિક બાયો-એગ્રો રિસોર્સિસ ધનના વિઝનને આગળ વધારતા પ્રધાનમંત્રી યમુનાનગરમાં મુકરબપુરમાં કમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટનો શિલાન્યાસ કરશે. આ પ્લાન્ટની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા ૨,૬૦૦ મેટ્રિક ટન હશે અને તે ઓર્ગેનિક કચરાના અસરકારક વ્યવસ્થાપનમાં મદદ કરશે, ત્યારે સ્વચ્છ ઊર્જાના ઉત્પાદન અને પર્યાવરણીય સંરક્ષણમાં પ્રદાન કરશે.
પ્રધાનમંત્રી ભારતમાલા પરિયોજના અંતર્ગત આશરે રૂ. ૧,૦૭૦ કરોડનાં મૂલ્યનાં ૧૪.૪ કિલોમીટરનાં રેવાડી બાયપાસ પ્રોજેક્ટનું ઉદઘાટન પણ કરશે. તે રેવાડી શહેરની ભીડ ઓછી કરશે, દિલ્હી-નરનાઉલની મુસાફરીના સમયમાં લગભગ એક કલાકનો ઘટાડો કરશે અને આ વિસ્તારમાં આર્થિક અને સામાજિક પ્રવૃત્તિઓને વેગ આપશે.
આંબેડકર જયંતીના અવસર પર પ્રધાનમંત્રી ૧૪ એપ્રિલનાં રોજ હરિયાણાની મુલાકાત લેશે

Recent Comments