ભાવનગર

ઘોઘાના વાળુકડ અને મોટા ખોખરા ખાતે વંદે માતરમ સમૂહ ગાન સાથેપ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન આરોગ્ય શિબિર યોજાઇ

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, વાળુકડ (ઘોઘા) અને આયુષ્માન આરોગ્ય મંદિર, મોટા ખોખરા ખાતે સ્વસ્થ નારી સશક્ત
પરીવારની ભાવનાને સાકાર કરવા અને માતાનું આરોગ્ય સારું રહે તેમજ માતા મરણ કે બાળમરણ ન થાય એના
શુભ આશય સાથે ePMSMA પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન અંતર્ગત PHC વાળુકડ (ઘોઘા) અને
આયુષ્માન આરોગ્ય મંદિર મોટા ખોખરા ખાતે વિશેષ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ અભિયાન અંતર્ગત દર મહિને નિર્ધારિત દિવસે સગર્ભા મહિલાઓને નિઃશુલ્ક અને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ
આપવામાં આવે છે. જેમાં ગાયનેકોલોજીસ્ટ દ્વારા મફત તપાસ, મફત લેબ ટેસ્ટ, મફત દવાઓ અને પોષણ અંગે
માર્ગદર્શનનો સમાવેશ થાય છે.
આ શિબિર દરમિયાન વિશેષજ્ઞ ડો. પ્રકાશ લાડુમોર (ગાયનેકોલોજીસ્ટ) દ્વારા 25 સગર્ભા બહેનોની નિઃશુલ્ક તપાસ
કરવામાં આવી હતી. આ સાથે મફત લેબટેસ્ટ અને જરૂરી દવાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
આ સાથે “વિશ્વ કેન્સર જાગૃતિ દિવસ” નિમિત્તે કેન્સર અંગે જાગૃતિ ફેલાવવા માટે PHC વાળુકડ (ઘોઘા) ખાતે વિશેષ
શિબિર યોજાઈ હતી. જેમાં સ્તન કેન્સર, ગર્ભાશયના મુખનું કેન્સર, મોઢાનું કેન્સર અંગે વિસ્તૃત માહિતી આપવામાં
આવી હતી. ગ્રામજનો અને આરોગ્ય કર્મચારીઓને લક્ષણોની ઓળખ, સમયસર તપાસ, અને નિવારક પગલાં અંગે
માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમમાં PHC વાળુકડ અને સબ સેન્ટર મોટા ખોખરાના આરોગ્ય સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
ખાસ કરીને ડો. રાકેશ ખીમાણી અને ડો. ધવલ દવે દ્વારા આયોજન, સંકલન અને અમલમાં મહત્વપૂર્ણ ભૂમિકા
ભજવવામાં આવી હતી.
“વંદે માતરમ” ની રચનાને ૧૫૦ વર્ષ પૂર્ણ થતા હોય દર્દીઓ અને સ્ટાફ દ્વારા “વંદે માતરમ” સમૂહગાન અને
‘સ્વદેશી વસ્તુઓના ઉપયોગ અંગેની શપથ’ દ્વારા રાષ્ટ્રીય ભાવના અને સ્વદેશી પ્રત્યેની પ્રતિબદ્ધતાને ઉજાગર
કરવામાં આવી હતી.

Related Posts