અમરેલી

અમરેલીમાં પોક્સો (POCSO) એક્ટ જાગૃત્તિકરણ સેમિનાર યોજાયો

“બેટી બચાવો-બેટી પઢાઓ” સેલ-અમરેલી દ્વારા આદર્શ નિવાસી કન્યા શાળા, અમરેલી ખાતે પોક્સો (POCSO) એક્ટ જાગૃત્તિકરણ સેમિનાર યોજાયો હતો. નગરપાલિકાના ઉપ પ્રમુખશ્રી, બીનાબેન કાલેણાના અધ્યક્ષસ્થાને યોજાયેલા સેમિનારમાં વિદ્યાર્થિનીઓ અને મહિલાઓમાં બાળકીઓની સુરક્ષા અંગે માહિતી આપવામાં આવી હતી.

કાર્યક્રમના પ્રારંભે જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી શૈલેષભાઈ કણઝરીયા દ્વારા ‘બેટી બચાઓ બેટી પઢાઓ’ યોજના અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જિલ્લા બાળ સુરક્ષઆ એકમમાંથી ગીતાબેન સોલંકી દ્વારા પોક્સ એક્ટ વિશે વિસ્તૃત કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

જિલ્લા મિશન કો-ઓર્ડિનેટરશ્રી, હસમુખભાઈ રાઠોડ દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. સખી વન સ્ટોપ સેન્ટરના કાઉન્સેલરશ્રી, માધવી બેન દ્વારા સેન્ટર વિશે માહિતી આપવામાં આવી હતી. કાઉન્સલેરશ્રી, રેશ્માબેન દ્વારા મહિલા સહાયતા કેન્દ્ર વિશે માહિતી આપવામાં આવી હતી. ચાઇલ્ડ લાઇન વતી શ્રી, આરતીબેન દ્વારા બાળ લગ્ન નાબૂદી શપથ લેવડાવવામાં આવ્યા હતા.  કાર્યક્રમના પ્રારંભે સંસ્થાના આચાર્યશ્રી અંકુરભાઈએ શાબ્દીક સ્વાગત કર્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી શ્રી બીનાબેન કાલેણાએ માર્ગદર્શન આપ્યું હતું. જેન્ડર સ્પેશિયાલિસ્ટ જાનાબેન ગળચર દ્વારા આભાર વિધિ કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.

આ સેમિનાર દ્વારા વિદ્યાર્થિનીઓમાં કાયદાકીય જ્ઞાન, સુરક્ષા અને સશક્તિકરણ અંગે જાગૃત્તિ પ્રસરાવવામાં આવી હતી. બેટી બચાવો બેટી પઢાવો યોજના અને પોક્સો એક્ટ જેવી મહત્ત્વપૂર્ણ યોજના અને કાયદા અંગેની સમજણ આ સેમિનાર દ્વારા આપવામાં આવી જે સમાજમાં મહિલાઓ અને બાળકીઓના હીત માટે મહત્ત્વપૂર્ણ પગલું છે તેમ મહિલા અને બાળ અધિકારીશ્રી, અમરેલીએ એક યાદીમાં જણાવ્યું છે

Related Posts