અમરેલી

સાવરકુંડલા ખાતે ‘બેટી બચાવો’ બેટી પઢાઓ’ યોજના અન્વયે પોક્સો એક્ટ જનજાગૃત્તિ સેમિનારનું આયોજન

જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રીની કચેરીના માર્ગદર્શનમાં સાવરકુંડલા તાલુકામાં કપોળ કન્યા છાત્રાલયની વિદ્યાર્થીનીઓ સાથે ‘બેટી બચાવો’ બેટી પઢાઓ’ યોજના અન્વયે પોક્સો એક્ટ જનજાગૃત્તિ સેમિનારનું સફળ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પોક્સો એક્ટ વિષયક વિસ્તૃત માહિતી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ વિષયક જાણકારી પણ આપવામાં આવી હતી. સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા થતી પ્રવૃત્તિઓ વિષયક પણ માહિતી પુરી પાડવામાં આવી હતી. સેમિનારમાં નગરપાલિકા પ્રમુખ શ્રી મેહુલભાઈ ત્રિવેદી સહિતના પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ જોડાયા હતા તેમ અમરેલી જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related Posts