//વિશ્ર્વ માતૃભાષા દિન નિમિત્તે ‘મળી માતૃભાષા મને ગુજરાતી’ શિર્ષક હેઠળ આયોજન//
//-કવિશ્રી જે.પી.ડેર, શશિભાઈ રાજ્યગુરુ ‘હેમાળવી, પંકજ ચૌહાણ તેમની રચનાઓ રજુ કરી.//
//પુસ્તકાલય પ્રવૃતિ ને સમર્પિત નટુભાઈ ભાતિયા નું વિશેષ સન્માન કરવામાં આવ્યું
ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર ના ઉપક્રમે માતૃભાષા મહોત્સવ- 26 અંતર્ગત માતૃભાષા સપ્તાહ ઉજવણી અન્વયે માતૃભાષા દિવસ નિમિતે. માધવ કલાવૃન્દ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગાયત્રી મંદિર કોમ્યુનિટિ હોલ દામનગર ખાતે કવિ સંમેલન અને પુસ્તકાલય પ્રવૃતિ ને સમર્પિત નટુભાઈ ભાતીયા નું સન્માન .ડો. ભાગ્યેશ જહા અધ્યક્ષશ્રી ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર ની પ્રેરણા થી ડો.શ્રી જયેન્દ્ર સિહ જાદવ સાહેબ, મહામાત્રશ્રી ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર તથા .દ્વારા સંયુક્ત ઉપક્રમે આ કવિ સંમેલન યોજાયું જેમાં કવિ રાજુલા ના કવિશ્રી જે.પી. ડેર ,શશિભાઈ રાજ્યગુરુ કવિ ‘હેમાળવી’,પંકજ ચૌહાણ ‘કમલ’ તેમની રચનાઓ રજુ કરલ કવિ સંમેલન મા અતિથિ વિશેષ તરીકે નટુભાઈ ભાતીયા મંત્રીશ્રી મણીભાઈ પુસ્તકાલય દામનગર તેમજ શ્રી ઘનશ્યમભાઈ પરમાર,વ્યવસ્થાપક શ્રી કલા સંગમ દામનગર ઉપસ્થિત રહેલ 21 વધુ બાળકો દ્વારા ગુજરાતી ભાષા ની વિવિધ કૃતિ નું વાચન અને ગાયન કરવા માં આવેલ કવિ સંમેલન નુ સંચાલન એડવોકેટ ઈતેષકુમાર મહેતાએ કરેલ તેમજ સમગ્ર આયોજન કુ.શ્રી રાજેશ્ર્વરીબેન રાજ્યગુરુ દ્વારા કરવામા આવ્યુ હતુ .કાર્યક્રમ ની સફળ બનાવવા માં શ્રી ભરતભાઈ રાજ્યગુરુ, પ્રમુખશ્રી માધવ કલાવૃન્દ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ , સુનિલ કુમાર ઠાકોર તેમજ મનોજભાઈ વાઘેલા વગરે જહેમત ઉઠાવેલ નવોદિત બાળ કવિ ઓની કૃતિ રચના ઓને મહાનુભવો ના વરદહસ્તે પ્રોત્સાહિત કરાયા હતા


















Recent Comments