ભાવનગર

શિશુવિહાર ની બુધસભા માં કવિ ભાવેશ ભટ્ટ અને ભાવિન ગોપાણી હાજર આપશે

ભાવનગર ગુજરાતી સાહિત્ય પરિષદ અને શિશુવિહાર બુધસભાના સંયુક્ત ઉપક્રમે શિશુવિહાર બુધસભાના સંયુક્ત ઉપક્રમે યોજાનાર સર્જક ગોષ્ઠી ઉપક્રમમાં અમદાવાદના ખૂબ જાણીતા કવિશ્રી  ભાવેશ ભટ્ટ અને ભાવિન ગોપાણી હાજર રહી કાવ્ય પાઠ કરશે. યોજાનાર સર્જક ગોષ્ઠી ઉપક્રમમાં અમદાવાદના ખૂબ જાણીતા કવિશ્રી  ભાવેશ ભટ્ટ અને ભાવિન ગોપાણી હાજર રહી કાવ્ય પાઠ કરશે. 1980થી અવિરત ચાલતી શિશુવિહાર બુધસભાની 2367મી બેઠક તારીખ 26/11/2025 બુધવારે ગુજરાતી સાહિત્ય પરિષદ અને શિશુવિહાર બુધસભાના સંયુક્ત ઉપક્રમે ડૉ.માનસીબેન ત્રિવેદીના સંચાલનમાં સાંજે 6 કલાકે શિશુવિહાર ખાતે યોજાશે. આ “સર્જકગોષ્ઠિ ઉપક્રમ”માં કવિશ્રી ભાવેશ ભટ્ટ અને ભાવિન ગોપાણી પોતાના સર્જન અને સર્જનયાત્રા વિશે ગોષ્ઠિ કરશે અને કાવ્યપાઠ કરશે. રસ ધરાવતા સૌ કવિમિત્રો અને ભાવકોને સમયસર ઉપસ્થિત રહેવા હાર્દિક આમંત્રણ છે.

Related Posts