ભાવનગર

શિશુવિહાર બુધસભાના કવિઓએ મેદાનમાં પણ કૌવત બતાવ્યું … 11 કવિઓએ 27 મેડલ્સ પ્રાપ્ત કર્યા

ભાવનગર શિશુવિહાર બુધસભાના કવિઓએ મેદાનમાં પણ કૌવત બતાવ્યું 11 કવિઓએ 27 મેડલ્સ પ્રાપ્ત કર્યા ભાવનગર માસ્ટર્સ એથ્લેટિક્સ એસોસિએશન દ્વારા ભાવનગર શહેર અને જિલ્લાના 30 થી 90 વર્ષ સુધીના ખેલાડીઓ માટે કુદ, ફેક અને દોડની એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન કરેલ જેમાં વિવિધ વય જૂથમાં ખૂબ મોટી સંખ્યામાં ખેલાડીઓએ ભાગ લીધો, જેમાં શિશુવિહાર બુધસભાના 11 કવિ મિત્રોએ પણ ભાગ લીધો અને દરેક કવિ મિત્રોએ મેડલ્સ મેળવ્યા જે ઉલ્લેખનીય છે.. જેઓએ મેડલ મેળવ્યા છે તેમાં જયંતભાઈ હુમ્બલ 80+ એક ગોલ્ડ એક સિલ્વર એક બ્રોન્સ, દર્શનાબેન રાવલ 65+ ત્રણ ગોલ્ડ, પરેશ ત્રિવેદી 60+ એક બ્રોન્ઝ, જીજ્ઞાબેન ત્રિવેદી 60+ બે સિલ્વર, હર્ષિતભાઈ પંડ્યા 60+ એક સિલ્વર, બે ગોલ્ડ અને એક સિલ્વર, સુનિલભાઈ પરમાર60+ બે ગોલ્ડ એક બ્રોન્સ,હર્ષાબેન ચૌહાણ55+ બે ગોલ્ડ, એક બ્રોન્સ રેખાબેન ભટ્ટી 50+ એક બ્રોન્સ, શમીમ ચૌહાણ 50+એક ગોલ્ડ, બે સિલ્વર, ભરત વાળા એક સિલ્વર, એક બ્રોન્સ, માનસી ત્રિવેદી 35+ એક ગોલ્ડ બે સિલ્વર એમ કુલ 27 મેડલ્સ પ્રાપ્ત કર્યા હતા.. શિશુવિહાર સંસ્થાના મંત્રી ડો. નાનકભાઈ ભટ્ટે તમામ ખેલાડી કવિ મિત્રોને અભિનંદન અને શુભકામનાઓ પાઠવી હતી.

Related Posts