પાકિસ્તાનમાં ફરી એક વખત સ્થિતિ વણસી હોય તેવા અહેવાલ મળી રહ્યા છે. પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં દિવસ જાય છે તેમ તેમ સ્થિતિ ખરાબ થતી જઈ રહી છે. ર્ઁદ્ભમાં પાકિસ્તાનની સેના અને સરકારની સામે છેલ્લા ૩ મહિનાથી સતત વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. ગુરૂવારે આ પ્રદર્શનોનું સૌથી મોટુ ઉગ્ર સ્વરૂપ જાેવા મળ્યુ, જ્યાં મુઝફ્ફરાબાદથી લઈને મીરપુર સુધી લોકોએ ચક્કાજામ કરી પાકિસ્તાન સરકાર સામે નારાબાજી કરી. ર્ઁદ્ભના લોકો છેલ્લા ૭ દાયકાથી ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાઓથી વંચિત છે. હાલમાં જે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે તે પાયાની સુવિધાઓને વિકસિત ના કરવાનું પરિણામ છે.
તેની સાથે સાથે મોંઘવારી અને ભ્રષ્ટાચારના કારણે લોકો ખુબ જ હેરાન પરેશાન છે. આ જ કારણે લોકો હવે રસ્તા પર ઉતરીને પોતાનો હક માગી રહ્યા છે અને સરકારની સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.. ત્યારે બીજી તરફ ર્ઁદ્ભમાં પાકિસ્તાની સેનાનો અત્યાચાર પણ ચરમસીમા પર છે, તેથી પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરના લોકો છેલ્લા ૩ મહિનાથી દરરોજ રસ્તા પર ઉતરવા મજબૂર બન્યા છે. ર્ઁદ્ભના રહેવાસીઓ આઝાદીના નારા લગાવી રહ્યા છે, ત્યાંના લોકો હિન્દુસ્તાન માટે જીવ આપવાના વચનો આપી રહી છે પણ પાકિસ્તાનની સરકાર સેના અને પોલીસના દમ પર ર્ઁદ્ભની જનતાનો અવાજ દબાવી રહી છે.
પ્રદર્શન કરી રહેલા ર્ઁદ્ભના લોકો પાકિસ્તાન સરકાર પાસે માગણી કરી રહી છે કે કાશ્મીરનો હાઈવે ખોલી દેવામાં આવે અને અમને લોકોને હિન્દુસ્તાન જવા દેવામાં આવે. પાકિસ્તાનના શહેરોમાં વિરોધ પ્રદર્શનના કારણે નેતાઓનું રસ્તા પર નીકળવુ મુશ્કેલ થઈ ગયુ છે.. ગુસ્સે ભરાયેલા લોકોએ લાહોરમાં પૂર્વ વડાપ્રધાન શહબાજ શરીફની કાર પર હુમલો કર્યો છે. શહબાજ શરીફની ગાડીની સામે ર્ઁદ્ભના લોકો પાકિસ્તાનની વિરૂદ્ધ નારાબાજી કરતા રહ્યા, જ્યારે શરીફ મુંગા મોઢે તમાશો જાેઈ રહ્યા. જણાવી દઈએ કે શહબાજ શરીફ એક કાર્યક્રમમાં સામેલ થવા માટે લાહોર પહોંચ્યા હતા પણ તેમને ખબર નહતી કે તે એક મોટી મુશ્કેલીમાં ફસાઈ જશે, જેવા જ એ લોકોની વચ્ચે ગયા અને ગુસ્સાનો શિકાર થઈ ગયા, આ પહેલા પણ પાકિસ્તાનમાં તેમની સરકાર હતી, તેથી ભીડ તેમની વિરૂદ્ધ નારાબાજી કરવા લાગી.
Recent Comments