ગુજરાત

જામનગરના લાલપુર ખાતે જાહેરમાં જુગાર રમત ૮ લોકોણે પોલીસ પકડી પાડયા

લાલપુર તાલુકાના મોટી વેરાવળ ગામમાં રામ મંદિર પાસે કેટલાક શખ્સો એકત્ર થઈને સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમી રહ્યા છે તેવી બાતમી પોલીસને મળી હતી જેના આધારે લાલપુર પોલીસે દરોડો પાડયો હતો. જે દરમિયાન ૮ લોકોને રંગેહાથ કોઇના ડર વગર જાહેરમાં જુગાર રમત ઝડપી પાડયા હતા.
આ મામલેજામનગર જિલ્લાની લાલપુર પોલીસે ઉપરોક્ત સ્થળેથી મનીષ કરસનભાઈ ચાંદ્રા, સંજય નરોત્તમભાઈ રાયઠઠ્ઠા, વનરાજસિંહ ભરતસિંહ જાડેજા, ધનસુખ જીવાભાઇ ચાંદ્રા, સુરેશ હરિલાલ ખાખરીયા, અને પ્રફુલ મગનભાઈ જાખરીયાની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા ૧૬,૪૭૦ની માલમતા કબજે કરી કેડર્સની કાર્યવાહી શરૂ કરી હતી.

Related Posts