નવસારીના પનાર ગામે ખેડૂતના અપહરણ મામલે પોલીસે ૬ની ધરપકડ કરી
ખેડૂતના પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી પોલીસે તપાસ શરૂ કરી છે. નવસારીના પનાર ગામ પાસેથી ખેડૂતનું તેની જ કારમાંથી અપહરણ કરી ૪ ઈસમોએ બંધક બનાવ્યો હતો. અપહરણકારોએ ખેડૂતના ઘરે ફોન કરાવી રૂપિયા મંગાવી રફુચક્કર થઈ ગયા હતા. ખેડૂતના પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી પોલીસે તપાસ શરૂ કરી છે. નવસારી જીલ્લાના પનાર ગામે ૪ ઈસમોએ બંદૂક અને છરીની અણીએ ખેડૂતને તેની જ કારમાંથી અપહરણ કરાતા ચકચાર મચી ગઈ હતી. વધુમાં, અપહરણકર્તાઓએ રોકડ, દાગીના સહિત ૮.૪૫ લાખની માલમત્તા લઈને ફરાર થઈ ગયા હતા. બાદમાં ખેડૂતે પોલીસ મથકમાં ૪ અપહરણકારો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. નવસારી પોલીસ સહિત ન્ઝ્રમ્ની ટીમ દ્વારા તપાસ શરૂ કરી હતી, જેમાં પોલીસે ૬ લોકોની ધરપકડ કરી છે. પૂછપરછ દરમિયાન ખુલાસા થયા છે કે જમીન દલાલી બાબતે ખેડૂતનું અપહરણ કરવામાં આવ્યું હતું.
Recent Comments