સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામના એક આરોપીને નામદાર કોર્ટ દ્વારા ‘પ્રોક્લેઇમ્ડ ઓફેન્ડર’ ( નાસતો ફરતો ગુનેગાર) જાહેર કરવામાં આવ્યો હતો. આ આરોપી સામે જાહેરનામું બહાર પાડવા છતાં કોર્ટમાં ગેરહાજર રહેતા કાયદેસરની વધુ કાર્યવાહી કરવામાં આવી હતી. દિપકભાઇ ગોરધનભાઇ ચુડાસમા સામે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો.આરોપી દિપકભાઈ ગોરધનભાઈ ચુડાસમાને કોર્ટ સમક્ષ હાજર કરવા માટે નામદાર સાવરકુંડલા કોર્ટ દ્વારા જાહેરનામું ઇશ્યુ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ, આ જાહેરનામું નિયમોનુસાર બહોળી પ્રસિદ્ધિ કરીને બહાર પાડવામાં આવ્યું હતું, તેમ છતાં આરોપી નાસતો ફરતો રહ્યો અને કોર્ટ સમક્ષ હાજર થયો નહોતો.આખરે, આરોપી સતત ગેરહાજર રહેતા નામદાર કોર્ટ દ્વારા તેને નાસતો ફરતો ગુનેગાર જાહેર કરવામાં આવ્યો છે. કોર્ટના આદેશ અને જાહેરનામાની અવગણના કરીને ગેરહાજર રહેવા બદલ આરોપીએ વધુ એક ગુનો કર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. હવે પોલીસ દ્વારા આ નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા.
કોર્ટનો આદેશ હોવા છતાં હાજર ન થતા વીજપડીના શખ્સ સામે પોલીસ ફરિયાદ


















Recent Comments