ગુજરાત

ગીર સોમનાથમાં થર્ટી ફર્સ્ટની પાર્ટી માટે પોલીસે અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી,વેરાવળના બંદરમાં પોલીસનું સઘન ચેકીંગ

સોમનાથ મરીન પોલીસ દ્રારા ચેકીંગ હાથ ધરાયું છે. થર્ટી ફર્સ્ટની પાર્ટી માટે પોલીસે અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. યુવા હૈયાઓ ૨૦૨૫ના વર્ષને આવકારવા તૈયાર છે ત્યારે પોલીસે પણ ઠેર ઠેર બંદોબસ્તની વ્યવસ્થા કરી છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના શહેરોમાં નવા વર્ષને આવકારવા માટે થર્ટી ફર્સ્ટ પાર્ટીઓનું આયોજન કરાયું છે. ગીર સોમનાથમાં ૩૧ ડિસેમ્બર પૂર્વે વેરાવળના બંદરમાં ફિશીંગ બોટોનું સઘન ચેકીંગ હાથ ધરાયું છે. સોમનાથ મરીન પોલીસ દ્વારા હાથ ચેકીંગ ધરાયું છે. બોટના ડોક્યુમેન્ટ, ખલાસીઓના ૈંડ્ઢ સહિતના ડોક્યુમેન્ટની તપાસ કરવામાં આવી રહી છે.

સોમનાથ મરીન પોલીસ દ્રારા ચેકીંગ હાથ ધરાયું છે. નશાના શોખીનોનો આતંક રોકવા વડોદરા શહેરમાં ઠેર-ઠેર પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરાયું છે. પોલીસે વડોદરાના તમામ ચેકપોસ્ટ પર ચુસ્ત બંદોબસ્ત રાખ્યો છે. શહેરમાં આવતા-જતા તમામ વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસ કોઈના પર પણ શંકા જતા તાત્કાલિક વાહન ઉભું રખાવશે અને વાહનચાલકો દ્વારા તેમને સહકાર નહી અપાય તો કડક કાર્યવાહી કરવામાં આવશે. ચેકપોસ્ટ અને શંકાસ્પદ સ્થાનો પર પોલીસનો ચાપતો બંદોબસ્ત છે. નશેડીઓ પર પોલીસને બાજ નજર રહેશે. છેલ્લા ઘણા સમયથી નાની છોકરીઓને ભોળવીને લઈ જવાના કિસ્સાઓમાં વધારો થયો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ ગલી-મોહલ્લાઓમાં સેમિનારના માધ્યમથી માતા-પિતાને પણ છોકરીઓની સુરક્ષા માટે ઉપાયો સમજાવી રહી છે. સુરતમાં પોલીસ થર્ટી ફર્સ્ટની પાર્ટીઓ પર ડ્રોન અને ઝ્રઝ્ર્‌ફથી નજર રાખશે. આ માટે પોલીસે તમામ આયોજકો પાસેથી સીસીટીવી ફૂટેજનો ઍક્સેસ માગ્યો છે. આ ફૂટેજ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ સાથે કનેક્ટ કરાશે.આ સાથે ચોરી અને ચેઇન સ્નેચિંગ જેવી ઘટનાઓને રોકવા માટે બજારોમાં અને ભરચક વિસ્તારોમાં બાઇક સાથે પોલીસ પેટ્રોલિંગ કરી રહી છે.

Related Posts