ગુજરાત

અમદાવાદ ખાતે આવેલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકી ભર્યો મેલ મળતા પોલીસ તપાસ શરૂ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઇ-મેલ મળ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. પાકિસ્તાનના નામથી ય્ઝ્રછને ઇમેલ મળતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ટીમ, બોમ્બ સ્ક્વૉડ અને ડોગ સ્ક્વૉડ દ્વારા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચેકીંગ હાથ ધરાયું હોવાનું ડીસીપીએ જણાવ્યું હતું.
સિનિયર ૈંઁજી અધિકારીએ જણાવ્યું હતું કે, ઇમેલમાં માત્ર એક લાઇન લખવામાં આવ્યો છે. જેમાં ‘ઉી ઉૈઙ્મઙ્મ મ્ઙ્મટ્ઠજં ર્રૂેિ જીંેઙ્ઘૈેદ્બ‘ એટલું જ લખ્યું છે. ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં આઇપીએલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવવાની છે. ત્યારે આ ઇમેલની ગંભીરતાથી લઇને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. હાલની પરિસ્થિતિને જાેતાં આ ધમકીભર્યા ઇમેલને હળવાશ લઇ શકાય નહી.
ધમકી ભર્યા ઈ-મેલ બાબતે પોલીસ અધિકારી (ર્ઁઙ્મૈઝ્રી ર્ંકકૈષ્ઠીજિ)એ જણાવ્યું હતું કે, આ ઈ-મેલ પાકિસ્તાનના જેકે નામનો મળ્યો છે તેમજ ઈ-મેલમાં માત્ર એક જ લાઈન “વી વિલ બ્લાસ્ટ યોર સ્ટેડિયમ” લખ્યું છે.

Related Posts