પોલીસે એક આરોપીની ધરપકડ કરી, ૧૦ આરોપી ફરારસુરેન્દ્રનગરમાં જીસ્ઝ્રના અધિકારીઓેએ દારૂમનો મસમોટો જથ્થો ઝડપી પાડ્યો છે.એસએમસીની ટીમને માહિતી મળી હતી કે ચોટીલાના નવા વિલેજ કમલેશભાઈ ભીમજીભાઈ ઢોલાના ફાર્મમાં દારૂનો જથ્થો રાખવામાં આવ્યો છે. આ માહિતીને આધારે પોલીસે અહીં દરોડો પાડ્યો હતો. અહીંથી પોલીસે રૂ.૩૧,૦૨,૨૪૩ ની કિંમતની વિદેશી દારૂની ૫૪૩૩ બોટલો કબજે કરી હતી. તે સિવાય ૩ વાહનો પણ કબજે કર્યા હતા. આમ પોલીસે દારૂનો જથ્થો અને વાહનો મળીને કુલ રૂ. ૬૬,૦૯,૨૪૩ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.પોલીસે આ કેસમાં ચોટીલાના નવા ગામના રહેવાસી વિજય એમ,ચૌહાણની ધરપકડ કરી હતી. જ્યારે દારૂ મંગાવનાર અને કટીંગ કરનારા શખ્સ ઉપરાંત વાહનોના માલિકો અને દારૂનો જથ્થો મોકલનારા શખ્સો મળીને કુલ ૧૦ આરોપીઓ સામે ગુનો નોંધીને તેમની શોધ હાથ ધરી છે.
સુરેન્દ્રનગરમાં ફાર્મ હાઉસમાં પોલીસનો દરોડો : દારૂના જથ્થા સાથે ૬૬ લાખનો મુદ્દામાલ કબજે

Recent Comments