અમદાવાદમાં પાર્સલ બ્લાસ્ટના આરોપીઓનું પોલીસે નીકાળ્યું સરઘસ
અમદાવાદ સાબરમતીમાં થયેલ બ્લાસ્ટ બાબતે પોલીસે ૩ આરોપીઓનું સરઘસ નીકાળ્યું થોડા દિવસો પહેલાં સાબરમતી વિસ્તારમાં એક પાર્સલમાં વિસ્ફોટ થયાના સમાચાર હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, પાર્સલમાં બેટરી ફાટતાં ૨ લોકો ઘાયલ થયા હતા. માહિતી મુજબ પાર્સલ લાવનાર વ્યક્તિ અને તેને મેળવનાર વ્યક્તિ ઘાયલ થયા હતા. જાે કે પોલીસે પાર્સલ વિસ્ફોટ મામલે વધુ તપાસ કરીને આરોપીઓની ધરપકડ કરીને કાર્યવાહી કરવામાં આવી હતી. સાબરમતીમાં થયેલ પાર્સલ બ્લાસ્ટના મામલામાં ત્રણેય આરોપીઓ રૂપેન બારોટ, ગૌરવ ગઢવી અને રોકીને જાહેરમાં હાથ જાેડી માફી મંગાવવામાં આવી છે. આરોપીઓનું સરઘસ કઢાયું હતું અને તેમને લોકો સમક્ષ પોતાના કૃત્ય માટે માફી માંગી હતી. આજરોજ પોલીસે ધરપકડ કરાયેલ આરોપીઓની લોકો સમક્ષ સરઘસ નીકાળવામાં આવ્યું છે. આરોપીઓ પાસેથી બનેલી ઘટના વિશે પોલીસ દ્વારા રિકન્ટ્રકન્સન પણ કરાવવામાં આવ્યું હતું.
Recent Comments