ગુજરાત

સરપ્રાઈઝ ચેકિંગમાં ગેરહાજર પોલીસકર્મીઓ સસ્પેન્ડ કરાયા

સુરેન્દ્રનગરઃ લીંબડી જેલમાં ફરજ પરના ૪ પોલીસકર્મીઓ સસ્પેન્ડ થયા લીંબડી સબ જેલમાં ખૂબ જ ખતરનાક ગણાતા કેદીઓને રાખવામાં આવ્યા છે. આવી ગંભીર પરિસ્થિતિમાં પોલીસકર્મીઓની ગેરહાજરી એ ગંભીર બેદરકારી ગણાય છે. જેલની સુરક્ષા સાથે ચેડા કરવા સમાન છે. આ બનાવ બાદ જિલ્લા પોલીસ તંત્રમાં હળહળાટ મચી ગયો છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ તંત્રમાં ચકચાર મચાવતી ઘટનામાં લીંબડી સબ જેલમાં ફરજ બજાવતા ૪ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

જિલ્લા પોલીસવડા દ્વારા કરવામાં આવેલા સરપ્રાઈઝ ચેકિંગમાં આ પોલીસકર્મીઓ ગેરહાજર જાેવા મળતાં આ કાર્યવાહી કરવામાં આવી છે. સસ્પેન્ડ કરાયેલા પોલીસકર્મીઓમાં ગાર્ડ નટવર લાલજીભાઈ, હરપાલસિંહ સુખદેવસિંહ, વિરેન્દ્રસિંહ દિલાવરસિંહ અને વિરેન્દ્રસિંહ ઘનુભા નો સમાવેશ થાય છે. આ તમામ પોલીસકર્મીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેમની સામે વિભાગીય તપાસ શરૂ કરવામાં આવી છે. જિલ્લા પોલીસવડા ગીરીશ પંડ્યાએ આ મામલે ગંભીર નોંધ લેતાં કહ્યું કે, પોલીસકર્મીઓએ પોતાની ફરજ પ્રત્યે જવાબદારી નિભાવવી જાેઈએ. જેલ જેવી સંવેદનશીલ જગ્યાએ આ પ્રકારની બેદરકારી બિલકુલ સ્વીકાર્ય નથી. આ ઘટનાએ પોલીસ તંત્રની છબીને ઠેસ પહોંચાડી છે. આવા કિસ્સાઓમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

Related Posts