રાષ્ટ્રીય

જમ્મુ-કાશ્મીરમાં રોહિંગ્યાઓને લઈને રાજકીય હોબાળો, UNની ટીમ વસાહતિઓને મળવા પહોંચી

સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી અધિકાર એજન્સી ેંદ્ગૐઝ્રઇ (યુનાઈટેડ નેશન્સ હાઈ કમિશનર ફોર રેફ્યુજીસ)ની ટીમે મંગળવારે જમ્મુના કરિયાની તાલાબમાં રોહિંગ્યા વસાહતની મુલાકાત લીધી હતી. આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા એજન્સીઓ અને ગુપ્તચર એજન્સીઓ દ્વારા ગેરકાયદેસર રીતે રહેતા રોહિંગ્યા શરણાર્થીઓ વિરુદ્ધ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. સુરક્ષા એજન્સીઓના આ અભિયાનનો અનેક સંગઠનોએ વિરોધ કર્યો છે અને હવે સંયુક્ત રાષ્ટ્રએ પણ આ મામલે હસ્તક્ષેપ કર્યો છે. યુએનના બે અધિકારીઓ રોહિંગ્યાઓને મળ્યા, આ અધિકારીઓમાં એક ભારતીય અને એક જાપાની નાગરિક હતો.

એવા સમાચાર છે કે ેંદ્ગૐઇઝ્રની ટીમ આજે ફરી રોહિંગ્યાઓને મળી શકે છે. માર્ચની શરૂઆતમાં, રોહિંગ્યાઓને કઠુઆમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યા બાદ યુએનએચઆરસીના ચાર સભ્યોના પ્રતિનિધિમંડળે જમ્મુ અને કાશ્મીરના કઠુઆની મુલાકાત લીધી હતી. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ૧૫૮ રોહિંગ્યા શરણાર્થીઓએ ગેરકાયદેસર રીતે જમ્મુ-કાશ્મીરના આધાર કાર્ડ બનાવ્યા છે. આ સિવાય એવી માહિતી પણ સામે આવી છે કે સુરક્ષા એજન્સીઓએ આવા ૪ દ્ગય્ર્ંની ઓળખ કરી છે જે જમ્મુ-કાશ્મીરમાં રોહિંગ્યાઓની મદદ કરી રહી છે. તમને જણાવી દઈએ કે જમ્મુના નરવાલ વિસ્તારમાં રહેતા રોહિંગ્યાઓની વસ્તી ગણતરી બાદ તેમના વીજળી અને પાણીના કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા. જે બાદ આ પર રાજનીતિ તેજ થઈ ગઈ છે અને કેટલાક લોકોએ તેને માનવાધિકાર વિરુદ્ધ ગણાવ્યું છે. એવા ઘણા અહેવાલો છે જેમાં કહેવામાં આવ્યું છે કે રોહિંગ્યા દેશ વિરોધી ગતિવિધિઓમાં સામેલ છે, જેના કારણે સુરક્ષા એજન્સીઓ આ વસાહતો પર નજર રાખી રહી છે. યુએનએચઆરસીની ટીમની મુલાકાતનો વિરોધ કરનારાઓ કહી રહ્યા છે કે બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચાર અંગે યુએન મૌન છે પરંતુ જમ્મુ-કાશ્મીરમાં ગેરકાયદેસર રીતે રહેતા રોહિંગ્યા ઘૂસણખોરો માટે યુએનએચસીઆરની ટીમ જમ્મુ પહોંચી ગઈ છે.

Related Posts