તા.૧૬ ફેબ્રુઆરીએ મતદાન –મતદાનને દિવસેમતદારોને મતદાન માટે સવેતન રજા આપવા અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી દ્વારા આદેશ
![](https://citywatchnews.com/wp-content/uploads/2025/02/citywatch-16-300x132-5-1024x451-7.jpg)
ગુજરાત રાજય ચૂંટણી આયોગ દ્વારા અમરેલી જિલ્લાની ધારી તાલુકા પંચાયતની ૧૪-મીઠાપુર ડુંગરી, બાબરા તાલુકા પંચાયતની ૧૦-કરિયાણા, બગસરા તાલુકા પંચાયતની ૧૬- જૂના વાઘણીયા મતદાર મંડળની બેઠક પર તથા જાફરાબાદ, ચલાલા, લાઠી તથા રાજુલા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી, દામનગર નગર પાલિકા(વોર્ડ નં.ર તથા ૩), અમરેલી નગર પાલિકા (વોર્ડ નં.૫ તથા ૭) તથા સાવરકુંડલા નગર પાલિકા (વોર્ડ નં.૩)ની પેટા ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ પૈકી બાબરા તાલુકા પંચાયતના ૧૦-કરિયાણા મતદાર મંડળ તથા બગસરા તાલુકા પંચાયતના ૧૬- જૂના વાઘણીયા મતદાર મંડળની બેઠકો ખાલી છે. આ સિવાયના અન્ય વોર્ડ/બેઠકોની ચૂંટણીઓ અન્વયે તા.૧૬/૦૨/૨૦૨૫ ના રોજ મતદાન થશે.
ભારત સરકારના પર્સોનલ મંત્રાલયના ઓફિસ મેમોરેન્ડરની માર્ગદર્શિકા મુજબ કેન્દ્ર સરકારની કચેરીઓમાં કામ કરતા કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે, મત આપી શકે તે હેતુસર કચેરી-સંસ્થામાં મતદાન તા.૧૬ ફેબ્રુઆરી,૨૦૨૫ના દિવસે મોડાં આવવા અથવા વહેલા જવા દેવા કે મત આપવા માટેના સમય પૂરતી સવેતન રજા આપવા જણાવવામાં આવ્યું છે.
જિલ્લા,તાલુકા પંચાયતો તેમજ નગરપાલિકાઓની સામાન્ય-પેટા ચૂંટણીઓ માટે ચૂંટણીઓના મતદાનના દિવસે જાહેર રજા ન હોય તો સ્થાનિક રજા જાહેર કરવાની સત્તા અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રીને આપવામાં આવી છે.
અમરેલી જિલ્લાની ધારી તાલુકા પંચાયતની ૧૪-મીઠાપુર ડુંગરી મતદાર મંડળની બેઠકના ચૂંટણી હેઠળના વિસ્તારોમાં તથા જાફરાબાદ, ચલાલા, લાઠી તથા રાજુલા નગરપાલિકા, દામનગર ન.પા. (વોર્ડ નં.૨ તથા ૩), અમરેલી ન.પા(વોર્ડ નં.૫ તથા ૭) તથા સાવરકુંડલા ન.પા. (વોર્ડ ન. ૩)ના ચૂંટણી હેઠળના વિસ્તારોમાં કામ કરતા કેન્દ્ર,રાજય સરકારની કચેરી-સંસ્થાના કર્મચારીઓ, સહકારી, ખાનગી ક્ષેત્ર, બોર્ડ-નિગમની કચેરીઓમાં કામ કરતા કર્મચારીઓ, કામદારોને તેમજ દુકાન,વાણિજય સંસ્થાઓ, હોટલો, ઔદ્યોગિક એકમો, કારખાનાઓ, હોસ્પિટલોના કર્મચારી-કામદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે મત આપી શકે તે હેતુસર તા.૧૬/૦૨/૨૦૨૫ ના રોજ નોકરીના સ્થળે મોડા આવવા અથવા વહેલા જવા દેવા અથવા મત આપવા માટેના સમય પૂરતી સવેતન રજા આપવા અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી દ્વારા હુકમ કરવામાં આવ્યો છે. જે નાગરિકો ઉકત વિસ્તારો સિવાય અન્યત્ર નોકરી કરતા હોય પરંતુ તેઓ સદરહુ ચૂંટણી હેઠળના વિસ્તારોના મતદાર હોય તેમને પણ મતાધિકારનો ઉપયોગ કરવા માટે પણ આ અંગેની કાર્યવાહી કરવાની રહેશે, તેમ અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્યુ છે.
Recent Comments