દામનગર શહેર ની નગરપાલિકા એ કરોડો ના ખર્ચે ધન કચરા ના રિસાયકલીગ માટે વખતો વખત કમ્પાઉન્ડ હોલ જેવા વિવિધ કામે ખર્ચ કર્યો પણ વિવેક હીન વ્યવસ્થા સુવિધા ને બદલે દુવિધા રૂપ બની ભારે પ્રદુષણ નું કારણ બની રહી છે એકબાજુ ગામડા માંથી માઈગ્રેશન વધી રહ્યું છે તેવા સમયે ગામડા ઓમાં રહેતા વૃદ્ધ વડીલો માટે આફત રૂપ કચરા નિકાલ ની વ્યવસ્થા લ્મ્સ ફેફસા આંખો ના રોગો માં વધારો નોતરી રહ્યું છે દામનગર નગર પાલિકા ની ડમ્પિંગ સાઈડ થી રોજ ધુવાડા ના ગોટે ગોટા શ્વાસ લેવા માં પણ મુશ્કેલી ઉભી થાય તે હદે કાયમી સમસ્યા થી નાના એવા રાભડા ગામ ના રહીશો ને હાલાકી પડી રહી છે જિલ્લા પંચાયત ના માર્ગ કાઢે જ બનેલ
ડમ્પિંગ સાઈડ કચરા નિકાલ માટે બની પણ કચરા ના ઉપદ્રવ નું સૌથી મોટી કારણ બની રહ્યું છે ઝેરી જેવીક રાસાયણિક વાયુ પ્રદુષણ નો ભયાનક ખતરા સામે ભારે નારાજગી ઉભી થઈ રહી છે રાજ્ય ના પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા સ્થળ વિઝીટ કરી પ્રદુષણ ના માપદંડ નિયમો વ્યવસ્થા ઓ ચકાસવી જરૂરી આમ તો “સાવરણી કચરો કાઢવાનું સાધન છે પણ દોરી છૂટી જાય તો ખુદ સાવરણી જ કચરો બની જાય” તેમ વિકાસ ની આંધળી દોટ માં શુદ્ધ હવા પાણી માટે ગામડા શ્રેષ્ટ ગણાય પણ હવે ગામડા ઓ સુધી ડમ્પિંગ સાઈડ નું ભયાનક પ્રદુષણ પહોંચી રહ્યું છે નાના એવા રાભડા ગામ થી ધુવડા ની વારંવાર ઉઠતી ફરિયાદ સામે પ્રદુષણ બોર્ડ સ્થળ વિઝીટ કરી ધારા ધોરણો નિયમો ના અમલ માટે દરકાર લેવી જોઈએ


















Recent Comments