રાષ્ટ્રીય

કંગાળ પાકિસ્તાન વધુ એક વિવવાદીત રાજદ્વારી ર્નિણય , પાકિસ્તાન દ્વારા ભારતીય હાઇ કમિશનના કર્મચારીને હાંકી કાઢવામાં આવ્યા

વિદેશ મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવાયું છે કે, પારસ્પરિક રાજદ્વારી કાર્યવાહીમાં, પાકિસ્તાન સરકારે ગુરુવારે (૨૨ મે) ઇસ્લામાબાદમાં ભારતીય હાઇ કમિશનના એક કર્મચારીને હાંકી કાઢવાની જાહેરાત કરી, તે વ્યક્તિને ‘પર્સોના નોન ગ્રેટા‘ જાહેર કરીને ૨૪ કલાકની અંદર તેને ત્યાંથી જવાનો આદેશ આપ્યો.
આ પગલું ભારત દ્વારા નવી દિલ્હી સ્થિત તેના હાઇ કમિશનમાંથી એક પાકિસ્તાની રાજદ્વારીને રાજદ્વારી દરજ્જા સાથે અસંગત પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ હાંકી કાઢવામાં આવ્યા બાદ લેવામાં આવ્યું છે.
સ્ટાફને પર્સોના નોન ગ્રેટા જાહેર કરવામાં આવ્યો
વિદેશ કાર્યાલયના એક નિવેદન અનુસાર, “પાકિસ્તાન સરકારે ઇસ્લામાબાદ સ્થિત ભારતીય હાઇ કમિશનના એક સ્ટાફ સભ્યને તેમના વિશેષાધિકૃત દરજ્જા સાથે અસંગત પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ પર્સોના નોન ગ્રેટા જાહેર કર્યો છે. સંબંધિત અધિકારીને ૨૪ કલાકની અંદર પાકિસ્તાન છોડવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે,” તેમાં કહેવામાં આવ્યું છે.
ભારતીય ચાર્જ ડી‘અફેર્સને આ ર્નિણય જણાવવા માટે વિદેશ મંત્રાલયમાં બોલાવવામાં આવ્યા હતા.
ભારતીય હાઇ કમિશનના કોઈપણ રાજદ્વારી અથવા સ્ટાફ સભ્યએ તેમના વિશેષાધિકારો અને દરજ્જાનો કોઈપણ રીતે દુરુપયોગ ન કરવો જાેઈએ, તે વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો, નિવેદનમાં કહેવામાં આવ્યું છે.
પાકિસ્તાન હાઇ કમિશનના અધિકારીએ ‘પર્સોના નોન ગ્રેટા‘ જાહેર કર્યું
બુધવારે અગાઉ, ભારતે નવી દિલ્હી સ્થિત પાકિસ્તાન હાઇ કમિશનમાં કાર્યરત એક પાકિસ્તાની અધિકારીને ભારતમાં તેમના સત્તાવાર દરજ્જા સાથે અસંગત પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ પર્સોના નોન ગ્રેટા તરીકે હાંકી કાઢ્યો હતો. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અધિકારીને ૨૪ કલાકની અંદર ભારત છોડવાનું કહેવામાં આવ્યું છે.
એક અઠવાડિયામાં આ બીજી વખત આ પ્રકારની હકાલપટ્ટી કરવામાં આવી હતી. ૧૩ મેના રોજ, ભારતે જાસૂસીમાં સામેલ થવાના આરોપસર વધુ એક પાકિસ્તાની અધિકારીને હાંકી કાઢ્યો હતો. ભારતની કાર્યવાહી બાદ, પાકિસ્તાને ઇસ્લામાબાદમાં ભારતીય ઉચ્ચાયોગમાં તૈનાત એક ભારતીય કર્મચારીને પણ હાંકી કાઢ્યો હતો.

Related Posts