ભાવનગર

ભાવનગરની તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે ‘પોષણ સંગમ જાગૃતિ દિવસ’ની ઉજવણી કરવામાં આવી

કુપોષિત બાળકોના સમુદાય આધારિત વ્યવસ્થાપન માટે રાજ્યમાં “પોષણ સંગમ” કાર્યક્રમ શરુ કરવામાં
આવ્યો છે જેના ભાગરૂપે ભાવનગરમાં ‌આઈ.સી.ડી.એસ.વિભાગ‌ દ્વારા‌ જિલ્લાની તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે
આઠમાં રાષ્ટ્રીય‌’પોષણ સંગમ જાગૃતિ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી.
આ વેળાએ આઈસીડીએસ વિભાગના ઇન્ચાર્જ પ્રોગ્રામ ઓફીસર શ્રી રમેશભાઈ ઝાંખણીયા તેમજ
સીડીપીઓએ સગર્ભા અને ધાત્રી માતાઓને સ્વાસ્થ્યને અનુરૂપ ખોરાક સંબંધિત જરૂરી‌ માર્ગદર્શન પુરૂ પાડવામાં
આવ્યું હતું.તેમજ વિવિધ પૌષ્ટિક વાનગીઓનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું.
આ અવસરે કેન્દ્રના બાળકોને દાતાશ્રી તરફથી નાસ્તાના ડબ્બા વિતરણ કરવામાં આવ્યાં હતાં તેમજ જિલ્લા
કક્ષાએથી ફાળવેલ પોષણ કીટનુ વિતરણ પણ કરાયું હતું.
ઉજવણી દરમ્યાન આંગણવાડી કેન્દ્રોના જે બાળકોની પોષણ સ્થિતિમાં સુધારો થયેલ છે તેવા બાળકોને તેમના
વાલી સાથે કેન્દ્ર પર બોલાવી તેમને સન્માનિત કરવામાં આવ્યાં હતાં

Related Posts