ભાવનગર

હકારાત્મક પત્રકારત્વ દ્વારા ગ્રામવિકાસના ઊજળા પરિણામો મળી રહ્યાં છે, લોકભારતી સણોસરા દ્વારા લંગાળા ગામે યોજાયેલ શિબિરમાં વક્તવ્ય આપતાં પત્રકાર મૂકેશ પંડિત

લોકભારતી સણોસરા દ્વારા લંગાળા ગામે યોજાયેલ રાષ્ટ્રીય સેવા યોજના શિબિરમાં વક્તવ્ય આપતાં પત્રકાર શ્રી મૂકેશ પંડિત દ્વારા જણાવ્યું કે, હકારાત્મક પત્રકારત્વ દ્વારા ગ્રામવિકાસના ઊજળા પરિણામો મળી રહ્યાં છે.

સણોસરા સ્થિત લોકભારતી લોકસેવા મહાવિદ્યાલય દ્વારા ઉમરાળા તાલુકાના લંગાળા ગામે રાષ્ટ્રીય સેવા યોજના શિબિર યોજાયેલ છે. આ શિબિરમાં જ્ઞાનયજ્ઞ સત્રમાં વક્તા તરીકે પત્રકાર કાર્યકર્તા શ્રી મૂકેશ પંડિત દ્વારા ‘પત્રકારત્વ ગ્રામવિકાસનું પ્રબળ સંસાધન’ વિષય પર પોતાના અનુભવો સાથેની વાતો પ્રસ્તુત કરી અને કહ્યું કે, હકારાત્મક પત્રકારત્વ દ્વારા ગ્રામવિકાસના ઊજળા પરિણામો મળી રહ્યાં છે. તેઓએ તેમના લેખન સંપર્કો દ્વારા થયેલા સમાજ વિકાસ કાર્યોની વાત સાથે જ સાંપ્રત પ્રવાહો અને સમાચાર જગત સંદર્ભે પણ ઉલ્લેખ કર્યો. તેઓએ તસવીરકાર અને પત્રકાર તરીકે પોતાની અનુભવ યાત્રા વર્ણવી.

આ સત્રમાં લંગાળા સેવા સહકારી મંડળી પ્રમુખ શ્રી લક્ષ્મણભાઈ ડાંગર અને પ્રાથમિક શાળા આચાર્ય શ્રી કલ્યાણભાઈ ડાંગરની ઉપસ્થિતિ રહી હતી.

અહીંયા સંકલનમાં રહેલ યોજના અધિકારી તથા શિબિર સંયોજક શ્રી વિશાલભાઈ જોષી સાથે શ્રી પૂજાબેન પુરોહિતનાં માર્ગદર્શનમાં શિબિરાર્થી સ્વયંસેવકો અને વક્તા વચ્ચે પ્રશ્નોત્તરી સંવાદ થયેલ.

આ બેઠકમાં શ્રી કિડિશિયા દુભિલ તથા કુમારી નિશા પરમાર દ્વારા સ્વાગત કરાયું, જ્યારે કુમારી પાયલ રાઠોડે શાબ્દિક આવકાર આપેલ. આભાર દર્શન શ્રી કવિત વ્યાસે કરેલ. બેઠક સંચાલનમાં કુમારી ખુશાલી ડાંગર રહેલ.

Related Posts