સાવરકુંડલા –લીલીયા વિધાનસભા ના મતક્ષેત્ર ના પ્રતાપ દુધાત પૂર્વ ધારાસભ્ય અને પ્રમુખ શ્રી અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મુખ્યમંત્રી શ્રી અને આરોગ્યમંત્રી શ્રી ગુજરાત સરકાર ને પત્ર પાઠવીને લીલીયા તાલુકા સિવિલ હોસ્પિટલ ના નવીનીકરણ માટે સરકારશ્રી દ્વારા રૂ. સાત કરોડ નું બજેટ ફાળવેલ છે. તેમને આવકારવામાં આવી અને પત્રના માધ્યમથી લીલીયા તાલુકાના લોકો તેમજ દર્દીનારાયણ ની સંવેદના વ્યક્ત કરવામાં આવી જેમાં જણાવેલ છે કે સિવિલ હોસ્પિટલ લીલીયા શહેર થી ૨ કી.મી.પીપળવા રોડ પર આવેલ છે. અને આ પીપળવા રોડ પર રેલ્વે લાઈન પસાર થતી હોય તેના કારણે રેલ્વે ફાટક અવાર નવાર બંધ થતું હોય જેથી ભૂતકાળ માં ઈમરજન્સી દર્દી રેલ્વે ફાટક સુધીમાં મૃત્યુ નાં બનાવ પણ બનવા પામેલ છે. આ હોસ્પિટલ માં લીલીયા તાલુકાના દર્દીઓ ને ઈમરજન્સી વાહનો કે ૧૦૮ માં લઈ જવામાં ખુબજ મુશ્કેલી પડતી હોય, દર્દીઓને વહેલી સારવાર ની જ્યારે ખુબજ જરૂરિયાત હોય છે ત્યારે આ રેલ્વે ફાટક બંધ રહેતા હોય ત્યારે દર્દીના આશ્રીતો ખુબજ મુશ્કેલીઓ નો સામનો કરતા હોય છે ત્યારે ભવિષ્યમાં આવી રીતે કોઈ ઈમરજ્ન્સી દર્દીઓ નું રસ્તા વચ્ચે કોઈ અઘટિત બનાવ નાં બને તેપણ પત્ર નાં માધ્યમથી સરકારશ્રી ને જણાવેલ છે અને લીલીયા શહેર ની મધ્યમાં અનુકુળ જગ્યા ઉપલબ્ધ હોય, ત્યાં સિવિલ હોસ્પિટલ બદલી આપવવામાં આવે અને જે રૂ. સાત કરોડ નું બજેટ ફાળવવામાં આવેલ છે તેમાં વધારો કરી અને સ્થળ ફેરફાર સાથે નવીનીકરણ કરવામાં આવે તો લીલીયા તાલુકા નાં તમામ લોકોને તેમજ ઈમરજન્સી દર્દીઓને આરોગ્યમય સુવિધાઓ મળી શકે તેમ છે.
આમ પ્રતાપ દુધાત પૂર્વ ધારાસભ્ય અને પ્રમુખ શ્રી અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા લોકો તેમજ દર્દીઓ ને આવનાર સમયમાં મુશ્કેલી નાં પડે તે માટે આ નવીનકરણ હોસ્પિટલ નું જે સ્થળ છે તેમને ફેરફાર કરી લીલીયાની મધ્યમાં લેવામાં આવે અને સરકાર શ્રીને અનુરોધ પણ કરવામાં આવેલ છે કે આ નવીનીકરણ કરણ હોસ્પિટલ ના બજેટ માં પણ વધારો કરવામાં આવે જેથી લોકોને આરોગ્યમય સુવિધાઓ મળી રહે.
Recent Comments