આજરોજ પ્રતાપ દુધાત પ્રમુખ જિલ્લા કોંગ્રેસ સમિતિ અમરેલી તેમજ પૂર્વ ધારાસભ્ય શ્રી તેમજ લીલીયા તાલુકાના ખેડૂતો દ્વારા મામલતદાર લીલીયા મારફત મુખ્યમંત્રીશ્રી ને આવેદનપત્ર પાઠવામાં આવેલ આ આવેદનપત્ર માં અમરેલી જિલ્લા વર્ષ ઓકટો-૨૦૨૪ માં ભારે વરસાદ પડેલ હતો. તેના અન્વયે ગુજરાત સરકાર કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ના ઠરાવ ક્માંક : ADC/MSC/e-file/2/2025/0425/K7 તા. ૦૯/૦૭/૨૦૨૫ થી બહાર પાડવામાં આવેલ છે, જેમાં અમરેલી જિલ્લા જિલ્લા નો સમાવેશ કરવામાં આવેલ છે. પરંતુ અમરેલી જિલ્લા નાં ક્યાં ક્યા ગામોનો સમાવેશ થયેલ છે તે સ્પષ્ટ થતું નથી તેમજ નુકશાની અંગેની ઓનલાઈન અરજી કરવા જણાવેલ છે પરંતુ આજદિન સુધી માં સબંધિતો દ્વારા તેમનું અમલીકરણ થયેલ નથી. ત્યારે અમરેલી જિલ્લા નાં સાવરકુંડલા અને લીલીયા તાલુકા માં કેટલું નુકશાન થયેલ છે.તેમજ ક્યા ક્યા પાકોને નુકશાન થયેલ છે તે જણાઈ આવતું નથી અને માત્ર કપાસ અંગેનો ઉલ્લેખ હોય, ત્યારે ખેડુતોના અન્ય પાકોને પણ નુકશાન થવા પામેલ છે, જેના કારણે ખેડૂતોને ઘણું આર્થિક નુકશાન થવા પામેલ છે જેને અનુલક્ષીને આ આવેદનપત્ર દ્વારા સરકારશ્રીને જાણ કરી અને અમરેલી જિલ્લા નાં સાવરકુંડલા અને લીલીયા તાલુકા નાં ખેડૂતોને આ ઠરાવ મુજબ સત્વરે અમલીકરણ કરવામાં આવે અને કપાસ સિવાઈ નાં પાકોને સમાવેશ કરી અને તેમનું વળતર ચૂકવામાં આવે
૧) આ ઠરાવ મુજબ અમરેલી જિલ્લા નાં તાલુકાઓ માં તેમનો સર્વે કરવામાં આવેલ હોય પરંતુ તેમાંના કેટલા ગામોનો સમાવેશ થયેલ છે તે સ્પષ્ટતા કરવામાં આવેલ નથી અને જેના કારણે ખેડૂતો દ્વારા જેતે ગ્રામ પંચાયત નાં VCE પાસે જવા છતાં આ અંગેની કોઈ કાર્યવાહી થતી નથી તો તેમની કાર્યવાહી સત્વરે કરવામાં આવે તેમજ આ ઠરાવ મુજબ અમરેલી જિલ્લા નાં તાલુકાઓ માં તેમનો સર્વે કરવામાં આવેલ હોય તેમાં સ્પષ્ટતા કરવામાં આવેલ છે. જેમાં તારીખ ૧૪/૦૭/૨૦૨૫ થી તા. ૨૮/૦૭/૨૦૨૫ સુધીમાં ઓનલાઈન અરજી કરવા જણાવેલ છે તેમ છતાં ખેડૂતો દ્વારા જેતે ગ્રામ પંચાયત નાં VCE પાસે જવા છતાં આ અરજી કરવામાં આવતી નથી તેમની અમલીકરણ કરવામાં આવે તેવી માંગણી છે
૨) અમરેલી જિલ્લા માં કપાસ સિવાઈ નાં પાકોને પણ નુકશાન થયેલ હોય ત્યારે માત્ર કપાસ નાં પાક ને આવરી ને કરવામાં આવેલ ઠરાવ છે ત્યારે કપાસ સિવાઈ અન્ય પાકો નું પણ આ ભારે વરસાદ થવાની નુકશાન થવા પામેલ છે તેમ છતાં માત્ર કપાસ ના નુકશાન નેજ કૃષિ સહાય માટેના ઠરાવ માં અન્ય પાકોને પણ સમાવેશ કરવામાં આવે અને તેમનો લાભ આપવવા માંગણી કરવામાં આવેલ છે
આમ ખેડૂતો ને થયેલ નુકશાન અને અન્યાય થઇ રહેલ હોય જેથી ખેડૂતોના ન્યાય માટે આજ રોજ પ્રતાપ દુધાત પ્રમુખ જિલ્લા કોંગ્રેસ સમિતિ અમરેલી તેમજ પૂર્વ ધારાસભ્ય શ્રી તેમજ લીલીયા તાલુકાના ખેડૂતો દ્વારા મામલતદાર લીલીયા મારફત મુખ્યમંત્રીશ્રી ને આવેદનપત્ર પાઠવામાં આવેલ છે
Recent Comments