અમરેલી

અમરેલી જિલ્લા માં હાલ પડેલ કમોસમી વરસાદ થી બાગાયતી પાકને નુકશાની સામે સર્વે કરાવી અને વળતર ચુકવવા માન.મુખ્યમંત્રી અને કૃષિમંત્રી ને પત્ર પાઠવતા પ્રતાપ દુધાત

અમરેલી જિલ્લા માં વર્ષ ૨૦૨૪ માં સપ્ટેમ્બર અને ઓકટોબર મહિના માં કમોસમી વરસાદ પડેલ જેમાં ખેડુતોને વ્યાપક પ્રમાણ માં નુકશાન થયેલ તે અંગે  કૃષિમંત્રીશ્રી ગુજરાત રાજય તરફથી તા.૨૩-૧૦-૨૦૨૪ ના પત્રથી અમરેલી જિલ્લાના ખેડૂતોને ટુંક સમયમાં સહાય પેકેજ જાહેર કરવામાં આવશે.તેવી અમરેલી નાં ખેડુતોને હય્યાધારણા આપવવામાં આવી હતી. 

                   પરંતુ આ સહાય પેકેજ આજદિન સુધી ખેડૂતોને મળેલ નથી ત્યારે ખેડૂતો નાં નવા વર્ષ ની શરૂઆત માં ભર ઉનાળાની ઋતુ માં તા. ૦૬/૦૫/૨૦૨૫ નાં રોજ સમગ્ર ગુજરાત નાં જિલ્લા માં તિવ્ર ગતિ નાં પવન  સાથે કમોસમી વરસાદ પડેલ છે, જેમાં અમરેલી જિલ્લા માં ખુબજ મોટા પાયે બાગાયતી પાકો ને નુકશાન થવા પામેલ છે, ફળ ફુલાવ વ્રુક્ષો ધરાશય થયેલ છે,જેમાં ખેડૂતોને હાલની સિઝન ખુબજ આર્થિક નુકશાની થઇ રહી છે, 

             વર્ષ ૨૦૨૪ માં થયેલ કમોસમી વરસાદ ની  હજુ સુધીમાં સહાય પકેજ આપવવામાં અમરેલી જિલ્લા ને બાકાત રાખેલ છે. ત્યારે આપની કક્ષાએથી હાલમાં પડેલ કમોસમી વરસાદ થી બાગાયતી પાકને થયેલ નુકશાની સામે અમરેલી જિલ્લા માં સત્વરે સર્વે કરાવીને નુકશાની પામેલ બાગાયતી ખેડૂતોને નુકશાની સામેનું વળતર ચૂકવવા મુખ્યમંત્રીશ્રી  અને કૃષિમંત્રીશ્રી ને પત્ર પાઠવી ને રજૂઆત કરતા પ્રતાપ દુધાત પ્રમુખશ્રી જિલ્લા કોંગ્રેસ સમિતિ અમરેલી તેમજ પૂર્વ ધારાસભ્ય સાવરકુંડલા –લીલીયા…..

Related Posts