અમરેલી

અમરેલી જીલ્લા કોંગ્રેસની કારોબારી બેઠકમાં પ્રતાપ દુધાતનો રણટંકાર અને રાજકમળ સર્કલ પર નેશનલ હોરેલ્ડ કેસમાં રાષ્ટ્રીય કોંગી નેતાઓને ક્લીનચીટ મુદ્દે ભાજપ સામે સુત્રોચાર સાથે કર્યા


સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતા જ કોંગ્રેસ દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે ને આજે જીલ્લા કોંગ્રેસની કારોબારી બેઠક પ્રતાપ દુધાત અને જેનીબેન ઠુમ્મરના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી ને કાર્યકર્તાઓમાં જોમ જુસ્સો ભરવા અમરેલી જીલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દુધાતે હુંકાર કર્યો હતો ને લડશું તો જીતશું તેવો રણટંકાર કર્યો હતો. આજે અમરેલી જીલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગી નેતા પ્રતાપ દુધાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કમર કસવાનું શરૂ કર્યું હતું મોટી સંખ્યામાં કોંગી કાર્યકરોને સાંભળ્યા બાદ કોંગી નેતા પ્રતાપ દુધાતે પ્રજાની આંખમાં આંખ મિલાવીને વાત કરીએ એ આપણી જીત છે અને સત્તા હોય કે નો હોય મહાભારતના યુગમાં યુધિષ્ઠિર અને કૃષ્ણ ભગવાન ને ખબર હતી સોગઠા ની રમત રમાતી હતી બધી હાર થતી હતી સત્ય માટે લડવાનું કામ ચાલુ હતુ જ્યારે હાલની સ્થિતિમાં હિન્દુસ્તાનમાં કોંગ્રેસ એજ સ્થિતિમાં લડી રહી છે એના અમે સૈનિક છીએ એનો અમને ગર્વ છે સાથે સાથે ઇતિહાસ મહારાણા પ્રતાપ નો એટલા માટે લખાણો હતો ખબર હતી અકબર સામે હારવા નુજ હતું મહારાણા પ્રતાપ ન લડે તો હિંદુસ્તાન ની સંસ્કૃતિ ટકાવી ખૂબ કપરી હતી ને રાજસ્થાનમાં મહારાણા પ્રતાપે ઘાસની રોટલી ખાઈ ને અકબર સામે હારવાના હતા ત્યારે હારેલા ના ઇતિહાસ લખાણા હોવાનું હર્દય સ્પર્શી ભાષણ કર્યું હતું જ્યારે જેનીબેન ઠુમ્મરે લડશું તો જીતશું નો હુંકાર કર્યો હતો જ્યારે  પૂર્વ ધારાસભ્ય ઠાકરશી મેતલિયાએ વ્યોવૃઘ્ધ ઉમરે પણ આપ કે બાપ ને નાથવા કોંગ્રેસ એક બનીને લડવાનો નિર્ધાર કર્યો હોવાનું જણાવ્યું હતું કોંગ્રેસની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તાલુકા પંચાયત કે જીલ્લા પંચાયત લડવાનો પણ હુંકાર પ્રતાપ દુધાતે કર્યા બાદ હાથમાં બેનર પ્લે કાર્ડ સાથે ભાજપ વિરુદ્ધ સુત્રોચાર કરતા કરતા પ્રતાપ દુધાત, જેનીબેન ઠુમ્મર સહિતના કોંગી નેતાઓ રાજકમલ ચોકમાં પહોંચ્યા હતા ને નેશનલ હોરેલ્ડ કેસમાં સોનીયા ગાંધી અને રાહુલ ગાંધીને નામદાર કોર્ટે દ્વારા ક્લીનચીટ મુદ્દે ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરાઈ હતી ને sir મુદ્દે પણ અધિકારીઓની કામગીરીઓ સામ પ્રતાપ દુધાતે સવાલો ઉભા કર્યા હતા આ કોંગ્રેસની વિસ્તૃત બેઠકમાં મોટી સંખ્યામાં અમરેલી સમિતિ ના આગેવાનો હાજર રહ્યા

Related Posts