રાષ્ટ્રીય

પ્રયાગરાજ કુંભમેળાની યાદી માળા પ્રસાદી 

પ્રયાગરાજ કુંભમેળાની યાદી માળા પ્રસાદી ઈશ્વરિયા સોમવાર તા.૧૦-૨-૨૦૨૫( તસવીર કથા : મૂકેશ પંડિત ) સમગ્ર વિશ્વ માટે આકર્ષણ એવો વિરાટ મેળો, મહાકુંભમેળો… અખાડા અને સાધુ સંતોનો મેળો… આ મેળામાં ગરીબ અને ધનાઢ્ય સૌ કોઈ ઉમટ્યું છે. સંગમ ક્ષેત્રમાં સ્નાન અને અખાડાનાં દર્શન… વળી કોઈ ખરીદી પણ આ મેળામાંથી શું કરવી.? આ સાથે અંહિનું જળ ભરી જવાનું અને પ્રસાદી લઈ જવાની. ધાર્મિક સામગ્રી વેચાતી હોય છે, જ્યાં ત્યાં છૂટક કે કામચલાઉ દુકાનોમાં… તો વળી માળા જેવી સામગ્રી વેચનારા પણ ‘અસલ’ હોવાનું કહી રુદ્રાક્ષ, સ્ફટિક કે ટુકડી વગેરે ગણાવી આ દિવસોમાં વેપાર કરી રહ્યાં છે. સાધુ સંતોનાં ઉતારા રાવટી કે મંડપોમાં અંદર આવીને કુંભમેળાની યાદી માળા પ્રસાદી વેચાણ થઈ રહેલ છે… જો તમને પણ ભાવ કરતાં આવડે તો ઠીક… ક… નહી તો, પ્રયાગરાજમાં ધરમનાં આવડા મોટા મેળામાં પાંચ કે પચાસ રૂપિયા આમ કે તેમ… ચાલ્યાં કરે…!

Follow Me:

Related Posts