દિલ્હીના નવા મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ પૂરજાેશમાં

નવા મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ કાલે રામલીલા મેદાન ખાતે યોજાશે દિલ્હીના નવા મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ રામલીલા મેદાન ખાતે પૂરજાેશમાં ચાલી રહી છે. જાેકે, હજી સુધી મુખ્યમંત્રીના નામ પર કોઈ સર્વસંમતિ બની નથી. આજે (૧૯ ફેબ્રુઆરી)ના રોજ યોજાનારી વિધાનસભા પક્ષની બેઠકમાં મુખ્યમંત્રીના નામની જાહેરાત થવાની અપેક્ષા સેવાઈ રહી છે.
મીડિયા સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આજ (૧૯ ફેબ્રુઆરી) રાતથી રામલીલા મેદાન તરફ જતા તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવશે. ફક્ત ફફૈંઁ વાહનોને જ પ્રવેશ આપવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત ૫૦ થી વધુ ઉચ્ચ સુરક્ષાવાળા નેતાઓ પણ રામલીલા મેદાન પહોંચશે. આ શપથ ગ્રહણ સમારોહમાં ૨૦ રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજરી આપશે. બધા કેન્દ્રીય મંત્રીઓ અને દ્ગડ્ઢછ નેતાઓને પણ બોલાવવામાં આવ્યા છે.
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપ દ્વારા તૈનાત કરાયેલા અન્ય રાજ્યોના ભાજપના નેતાઓ અને કાર્યકરોને પણ આ કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. લાડલી-બહેનોને પણ બોલાવવામાં આવશે. આ ઉપરાંત ખેડૂતોને પણ બોલાવવામાં આવશે. લગભગ ૩૦,૦૦૦ મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા છે. દ્ગડ્ઢછ ના ઘટક પક્ષોના નેતાઓને પણ આમંત્રિત કરવામાં આવશે.
દિલ્હી ના નવા મુખ્યમંત્રી ના શપથ ગ્રહણ સમારોહ પહેલા રામલીલા મેદાનના સ્ટેજ પર સંગીત અને ગીતોનો રંગારંગ કાર્યક્રમ યોજાશે. તેવું પણ સૂત્રો દ્વારા કહેવામાં આવ્યું હતું કે, ફિલ્મ સ્ટાર્સ અક્ષય કુમાર, વિવેક ઓબેરોય, હેમા માલિની, કૈલાશ ખૈર સહિત ૫૦ થી વધુ ફિલ્મ સ્ટાર્સ હાજર રહેશે, પ્રખ્યાત ઉદ્યોગપતિઓ મુકેશ અંબાણી, ગૌતમ અદાણી સહિત એક ડઝન ઉદ્યોગપતિઓ પણ હાજર રહેશે. આ ઉપરાંત બાબા રામદેવ, સ્વામી ચિદાનંદ, બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીને પણ શપથ ગ્રહણ સમારોહમાં આમંત્રણ આપવામાં આવી રહ્યું છે.
Recent Comments