રાષ્ટ્રીય

અમેરિકાથી અનમોલ બિશ્નોઈને ભારત લાવવાની તૈયારીઓ શરૂ, બાબા સિદ્દીકી હત્યા કેસનો છે આરોપી

બાબા સિદ્દિકી હત્યા કેસ અને સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરવાના કેસમાં સંડોવાયેલા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇના ભાઇ અનમોલ બિશ્નોઇને અમેરિકામાંથી ભારત લાવવામાં આવી રહ્યો છે. ભારત સરકાર લાંબા સમયથી અનમોલના પ્રત્યાર્પણના પ્રયાસ કરી રહી હતી. હવે અમેરિકાએ બાબા સિદ્દિકીના દીકરા જીશાન સિદ્દિકીને જાણકારી આપી છે કે, અમેરિકાએ અનમોલને ડિપોર્ટ કર્યો છે.અનમોલ બિશ્નોઈ બાબા સિદ્દીકી હત્યાના કેસનો આરોપી છે. આ ઉપરાંત તેના પર અભિનેતા સલમાન ખાનના ઘર પર હુમલાનું ષડયંત્ર રચવાનો પણ આરોપ છે. અનમોલ અનેક ગંભીર ગુનામાં સંડોવાયેલો છે. તેને અમેરિકાથી ભારત લાવવો, તે તપાસ એજન્સીઓની મોટી સફળતા ગણાશે.અનમોલ બિશ્નોઈ (Anmol Bishnoi) પર મુંબઈના જાણીતા રાજકારણી બાબા સિદ્દીકીની હત્યાના કેસમાં સામેલ હોવાનો ગંભીર આરોપ છે. આ ઉપરાંત તેના પર બોલિવૂડ અભિનેતા સલમાન ખાનના ઘર પર થયેલા હુમલાની સનસનીખેજ કાવતરામાં પણ મુખ્ય ભૂમિકા ભજવવાનો આરોપ છે. સુરક્ષા એજન્સીઓ તેને ભારતમાં લાવીને આકરી પૂછપરછ કરશે, જેમાં કેસમાં યોગ્ય તપાસ થવાની અને સંગઠિત ગુનાખોરીના આંતરરાષ્ટ્રીય નેટવર્કને ખુલ્લું પાડવાની આશા છે.

તમામ સુરક્ષા અને કાયદાકીય પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ અનમોલને ભારતીય તપાસ એજન્સીઓને સોંપવામાં આવશે. ભારત આવતાની સાથે જ પોલીસ આ તમામ ગંભીર મામલાઓના સંબંધમાં તેની સઘન પૂછપરછ શરૂ કરશે.

Related Posts