તારીખ છઠી જાન્યુઆરી, ૨૦૨૬ એટલે કે ગત રવિવારે ગુજરાતના અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે આવેલા પ્રસિદ્ધ ‘શ્રી મેલડી ધામ મંદિરમાં ભવ્ય, દિવ્ય અને સંપૂર્ણ આધ્યાત્મિક વાતાવરણ વચ્ચે બોલિવુડના પ્રખ્યાત હાસ્ય અભિનેતા શ્રી રાજપાલ યાદવજીએ માતા શ્રી મેલડીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી આ તકે તેમણે પૂજ્ય શ્રી ઘનશ્યામબાપુના આશીર્વાદ પ્રાપ્ત કરીને પોતાને ખુશનસીબ સમજી પ્રસન્નતા અર્ચિત કરી હતી. આ દરમિયાન મંદિરમાં ‘જયદીપભાઈ સોની એન્ડ ગ્રુપના કલાકારો દ્વારા ભવ્ય સંતવાણી અને ભજન-કીર્તનનો ભવ્ય કાર્યક્રમ પણ યોજાયો હતો, જેના દ્વારા સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. શ્રી રાજપાલ યાદવજીએ આ સંતવાણીનો લાભ લીધો અને માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી. તેઓએ પોતાની શ્રદ્ધા ભક્તિ અને આસ્થાનો દીપ પ્રગટાવીને કહ્યું કે, મેલડી માતાજીના આ ધામમાં આવીને મનને અપાર શાંતિ પ્રાપ્ત થઈ છે.હવે વાત કરીએ શ્રી મેલડી ધામ મંદિર સાવરકુંડલા ખાતે આવેલ હાથસણી રોડ પર આવેલ લુહાર સોસાયટીમાં સ્થિત છે. વળી આ મંદિર ઘણું પ્રાચીન અને ચમત્કારિક શક્તિપીઠ તરીકે જાણીતું છે, જ્યાં દર વર્ષે વિશાળ સંખ્યામાં ભક્તો દર્શનાર્થે પધારે છે અને માના દર્શન કરી ધન્યતા અનુભવે છે. અને આવા પાવન દિવસે બોલિવુડ સ્ટારની પ્રેરક ઉપસ્થિતિએ ભક્તોમાં અનન્ય ઉત્સાહનો સંચાર કર્યો હતો.
આ તકે યોજાયેલ ભજન સંતવાણી કાર્યક્રમ પણ યોજાશે હતો.આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી મેલડી ધામ મંદિર પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી અને આ કાર્યક્રમ દરમિયાન સહયોગ આપનાર શહેરના નાગરિકો, મામલતદારશ્રી, પોલીસ સ્ટાફ અને જીઈબી સ્ટાફનો શ્રી મેલડી ધામ મંદિર પરિવારે હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો.
અગાઉ પણ આ મંદિરે હિન્દી બોલીવુડની ખૂબ જ ખ્યાતનામ હસ્તી મુકેશ ખન્ના ઉર્ફે શક્તિમાને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.


















Recent Comments