અમરેલી

કાણકિયા કોલેજ સાવરકુંડલા માં બજેટ પર પ્રેઝન્ટેશન કોમ્પિટિશન યોજાઇ

નૂતન કેળવણી મંડળ, સાવરકુંડલા સંચાલિત વી. ડી. કાણકિયા આર્ટ્સ એન્ડ એમ. આર. સંઘવી કોમર્સ કોલેજમાં આર્ટ્સ તેમજ કોમર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે તા.25-02-2025 ને મંગળવારના રોજ બજેટ 2025 પર પ્રેઝન્ટેશન કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના પ્રિન્સિપાલ ડો. એસ. સી. રવિયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ કોમ્પિટિશનમાં વિદ્યાર્થીઓએ બજેટની જુદી જુદી જોગવાઈઓની અર્થતંત્રના અલગ અલગ ક્ષેત્રો પર પડતી અસરો પર પાવરપોઇન્ટની મદદથી વિસ્તૃત છણાવટ કરી હતી. 

આ કોમ્પિટિશનમાં નિર્ણાયક તરીકે પ્રો. ડો. પી. ડી. રાણીપા, પ્રો. ડો. એલ. એલ. ચૌહાણ તેમ જ પ્રો. ડો. એમ. જે. પટોળિયા હાજર રહ્યા હતા. આ કોમ્પિટિશનમાં પ્રથમ ક્રમે બી.એ. સેમેસ્ટર 6 માંથી ચિત્રોડા યશ અને ગાંધી પ્રિયાંશુ , દ્વિતીય ક્રમે બી. કોમ. સેમેસ્ટર 2 માંથી ખખ્ખર પાયલ અને નનેરા દેવાંશી તેમજ તૃતીય ક્રમે બી.કોમ. સેમેસ્ટર 4 માંથી ગોંડલીયા દક્ષિતા, ટાંક કૃપાલી અને આંબલીયા શ્રેયા વિજેતા રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રો. ડો. એચ. આર. દેસરાણી, પ્રો. ડો. કલ્પેશ રાડિયા તેમ જ કોમ્પ્યુટર પ્રોગ્રામર જીગ્નેશભાઈ મહેતાએ જહેમત ઉઠાવી હતી. તેમ પત્રકાર યશપાલ વ્યાસ ની યાદીમાં જણાવેલ છે.

Related Posts