અમરેલી

સાવરકુંડલામાં ધર્મ અને પરંપરાનું જતન: ૭ વર્ષના માસૂમ બાળકે આખા માસના રોજા રાખી પ્રેરણા પૂરી પાડી

નાની વયે આ અડગ 

શ્રદ્ધાની કેવી લહેર આવી છે,

રોજા રાખી માસૂમે ખુદાની                    

રહેમત સજાવી  છે.

​પરંપરા જીવંત રાખવા 

સન્માન જરૂરી છે ‘દોસ્ત’,

સંસ્કારોના દીપથી જ 

ધરતી આજે ઝળહળાવી  છે.

–“પાંધી સર”

​આજની ભાગદોડ ભરી જિંદગી અને આધુનિક યુગમાં જ્યારે નવી પેઢી પોતાની સંસ્કૃતિથી દૂર થઈ રહી છે, ત્યારે સાત વર્ષના નાનકડા બાળક ફૈઝે એક અનોખો દાખલો બેસાડ્યો છે. આટલી નાની ઉંમરે જીવનમાં પ્રથમ વખત પવિત્ર રમઝાન માસના આખા મહિનાના રોજા પૂર્ણ કરી તેણે અડગ શ્રદ્ધાનો પરિચય આપ્યો છે.

​બાળકની આ ભક્તિ અને ધર્મ પ્રત્યેની નિષ્ઠાને બિરદાવવા માટે ‘ફૈઝે મોહમ્મદી એજ્યુકેશન વેલ્ફેર ચેરિટેબલ ટ્રસ્ટ’ દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટ્રસ્ટના હોદ્દેદારો દ્વારા બાળકને પ્રોત્સાહક ઈનામ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યો હતો.

​ટ્રસ્ટના સભ્યોએ જણાવ્યું હતું કે, ધર્મનું સંરક્ષણ અને પરંપરાઓને જીવંત રાખવા માટે આવી પ્રોત્સાહક પ્રવૃત્તિઓ અત્યંત આવશ્યક છે. આનાથી માત્ર બાળકનો આત્મવિશ્વાસ જ નથી વધતો, પરંતુ સમાજના અન્ય બાળકો અને યુવાનોને પણ પોતાની સંસ્કૃતિ અને મૂલ્યો સાથે જોડાયેલા રહેવાની પ્રેરણા મળે છે. આ પ્રસંગે પરિવારજનો અને સ્નેહીજનોએ પણ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી

Related Posts