રાષ્ટ્રીય

અમેરિકન આર્મીમાં હવે ટ્રાન્સજેન્ડર્સની ભરતી નહીં કરવાનો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આદેશ જારી કર્યો

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એક આદેશ જારી કર્યો છે જેમાં હવે અમેરિકન આર્મીમાં ટ્રાન્સજેન્ડર્સની ભરતી કરવામાં નહિ આવે. ઉપરાંત, ભરતી માટે લિંગ પરિવર્તનની પ્રક્રિયા પણ બંધ કરવામાં આવશે. ટ્રમ્પનો આદેશ તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે.

બીજીવાર રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા પછી ટ્રમ્પે પોતાના પહેલા જ ભાષણમાં સ્પષ્ટ કરી દીધું હતું કે હવે અમેરિકામાં ફક્ત બે જ લિંગ રહેશે. આ વિચારધારાના આધારે, રાષ્ટ્રપતિ ટ્રમ્પે ર્નિણય લીધો હતો કે ટ્રાન્સજેન્ડરો હવે મહિલા રમતોમાં ભાગ લઈ શકશે નહીં અને હવે સેનામાં તેમની ભરતી પર પ્રતિબંધ મૂક્યો છે.

ભરતી માટે લિંગ બદલવાની પરવાનગી આપવા પર પણ પ્રતિબંધ છે. તેમણે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર સહી કરીને તેનો અમલ પણ કર્યો છે. આદેશનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાનૂની કાર્યવાહીની ચેતવણી પણ આપવામાં આવી છે.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ, યુએસ સૈન્ય દ્વારા તેના સત્તાવાર ઠ હેન્ડલ પર એક પોસ્ટ લખવામાં આવી હતી. તેણે સત્તાવાર રીતે જાહેરાત કરી કે ટ્રાન્સજેન્ડર લોકોને હવે યુનાઇટેડ સ્ટેટ્‌સની સેનામાં સેવા આપવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ભરતી માટે લિંગ પરિવર્તનની વિભાવના પર પણ પ્રતિબંધ મૂકવામાં આવશે. જાે કે લિંગ ડિસફોરિયા ધરાવતા લોકો યુ.એસ. લશ્કરી સેવા માટે સ્વયંસેવક બનશે તો તેમની સાથે આદર અને ગૌરવ સાથે વર્તન કરવામાં આવશે, લિંગ બદલવાની પરવાનગી અનિશ્ચિત સમય માટે પ્રતિબંધિત છે.

Follow Me:

Related Posts